શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા રાજય સરકારનો નિર્ણય
એક સમયમાં ગુરૂ-શિષ્યની ભાવનાને પવિત્ર સંબંધનો પર્યાય કહેવામાં આવતો ત્યારે ગુરૂ-તેમજ શિષ્ય બંને શિખવાડવા અને શિખવા માટે હંમેશા તત્પર રહેતા હતા. આજે આપણે શિક્ષણક્ષેત્રે આગળ વધી ગયા છીએ પરંતુ કયાંક ગુરૂની માન્યતા ભૂલી રહ્યા છીએ. ત્યારે હવે રાજયમાં શિક્ષરનું સ્તર ઉંચુ લાવવા સરકારી સ્કુલોનાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓની સાથે પરીક્ષા આપવી પડશે. શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતુ કે આ નિયમથી રાજયનાં ૨ લાખથી પણ વધુ નબળા શિક્ષકો જેમાંથી ૩૬ હજાર શિક્ષકો સરકારી શાળાઓનાં છે.
તેની ક્ષમતા અને ગુણવતા વધશે ‘ગુરૂ’ની આ પરીક્ષામાં મિનિમમ ગ્રેડની બાંહેધરી નથી અને આ પરીક્ષા ખાનગી શાળાઓનાં શિક્ષકો માટે નથી શિક્ષણ વિભાગના ઉચ્ચ પદના કમિટી સભ્યો. સેક્રેટરી સુનૈના તોમાર અને નિષ્ણાંતોની સભામાં શિક્ષણ અને નબળા પરિણામની વિમસ્યાને લઈ ‘શિક્ષક સજજતા કસોટી’ યોજના ઘડવામાં આવી છે. આગામી ઓગષ્ટ -સપ્ટેમ્બર ૨૦૧૮મા યોજનારી પરીક્ષામા સરકારી શિક્ષકોએ પણ ‘ગુરૂ’ની પરીક્ષા પાસ કરવી પડશે.
ગુજરાત પ્રથમ રાજય બન્યું છે કે જેમાં શિક્ષકોની સામાજીક આવડત, વિષયની સમજણ અને શિક્ષણ પધ્ધતિની ચકાસણી માટે તેની પણ પરિક્ષા યોજાશે. ગુજરાત કાઉન્સીલ ઓફ એજયુકેશન રિસર્ચ અને ટ્રેનીંગ દ્વારા શિક્ષકોની પરીક્ષા તૈયાર કરવામાં આવશે. એપ્ટીટયુટ અને પેઠાગોગી સહિત ૧૫૦ માર્કની પ્રશ્ન પત્રીકા તૈયાર કરવામાં આવશે.જેમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટેના વિષયોનાં જવાબ ગૂરૂએ પણ આપવા પડશે.
રાજયમાં શિક્ષણ તેમજ શિક્ષકોની ગુણવત્તા અને શિષ્ય ‘ગુરૂ’ની સમજણ તેમજ ગુજરાતી, અંગ્રેજી, વિજ્ઞાન અને ગણીત જેવા વિષયોમાં નબળાઈને કારણે પરિણામનું સ્તર સતત ઘટી રહ્યું છે. ત્યારે શિક્ષકો માટે એનસીઈઆરટીનું સિલેબસ સ્વિકારવું પડકારજનક છે.પરંતુ તેથી રાજયના ભણતરમાં સુધારો આવવાની શકયતાઓ પણ છે.