સરકારી કાર્યક્રમો પત્યા બાદ ગ્રાઉન્ડની સફાઈ કે સમારકામ કરવાની તસ્દી લેવાતી નથી: તંત્રની ખોરા ટોપરા જેવી દાનતથી ખેલાડીઓ નારાજ
મોરબી શહેર પાસે રાજવી પરિવાર દ્વારા ફાળવવામાં આવેલુ એક માત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડ ખાલી નામનું જ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડ ઉપર મોટે ભાગે સરકારી કાર્યક્રમો જ યોજાય છે ત્યારે મોરબીનું એકમાત્ર ગ્રાઉન્ડ છીનવાઈ જતા ક્રિકેટ રસિયાઓ અને બાળકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છેસરકાર એક તરફ ખેલકૂદને પ્રોત્સાહન આપવા માટે વાતોના વડા કરે છે પરંતુ બીજી તરફ વરવી વાસ્તવિકતા એ છે કે ખુદ સરકારનું જ જવાબદાર તંત્ર ખેલકૂદને પ્રોત્સાહન આપવાને બદલે ખેલાડીઓની પ્રતિભા મુરઝાઇ તેવા કામો કરી રહ્યું હોય તેવી સ્થિતિ મોરબી શહેરમાં જોવા મળી રહી છે મોરબીમાં રાજવી પરિવાર દ્વારા ફાળવવામાં આવેલું એક માત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ છે.આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં તંત્ર ખેલાડીઓ ની પ્રતિભા વિકસાવવાનું કામ કરવાને બદલે તેની આડે આવી રહ્યું છે ક્રિકેટ ગ્રાઉન્ડ નો ઉપયોગ મોટાભાગે સરકારી કાર્યક્રમો માટે જ થાય છે કાર્યક્રમો પૂરા થયા બાદ મેદાન ની અવદશા જોવા મળે છે
મોરબીમાં તત્કાલીન રાજવી પરિવારે શહેરની ખેલ પ્રેમી જનતા માટે એલ.ઇ. ક્રિકેટ ગ્રાઉન્ડ ફાળવ્યું હતું જો કે દુ:ખની વાત એ છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ મોરબી શહેરમાં આ એકમાત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ છે જોકે સ્થાનિક તંત્રએ ખેલાડીઓની પ્રતિભા વિકસાવવા માટે રમતગમતની પ્રવૃત્તિ કરવાને બદલે શહેરનું એક માત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ ખેલાડીઓ પાસે થી છીનવી લીધું છે ક્રિકેટ ગ્રાઉન્ડ પર સરકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સરકારી કાર્યક્રમ પત્યા બાદ મેદાનની સ્થિતિ ક્રિકેટ રમવા જેવી હોતી નથી હમણાંની જ વાત કરવામાં આવે તો આ ક્રિકેટ ગ્રાઉન્ડને રાષ્ટ્રીયકક્ષાના હસ્તકલા મેળા માટે ફાળવી દેવામાં આવ્યું હતું મેળાના સ્ટોલ માટે મેદાનમાં ખોદકામ કરવામાં આવ્યું હતું સાત દિવસ ચાલેલા મેળામાં ભરપૂર કચરો થયો હતો.જોકે મેળા બાદ તંત્રએ સ્ટોલને ઉખાડી લીધા હતા પણ દર વખતની જેમ કચરો અને ખાડા સરખા કરવાની તસ્દી લીધી ન હતી ત્યારબાદ ખેલાડીઓએ જાતે મેદાનને વ્યવસ્થિત કરવાના પ્રયાસો કર્યા હતા થોડા દિવસોની મહેનત બાદ મેદાન વ્યવસ્થિત થયું છે પરંતુ હમણાં ફરી થોડા દિવસોમાં બીજો કોઈ કાર્યક્રમ યોજાશે અને સ્થિતિ અને આ જ રહેશે
વારંવાર સમયાંતરે સરકારી કાર્યક્રમો એલ.ઇ. ક્રિકેટ ગ્રાઉન્ડના મેદાનમા યોજાય છે લાંબો સમય કાર્યક્રમ ચાલે છે બાદમાં મેદાનની અવદશા કરવામાં આવે છે ખેલાડીઓ લાચારીથી આ બધો તમાશો ચૂપચાપ નિહાળ્યા કરે છે ત્યારે સરકારી તંત્રની ખોરા ટોપરા જેવી દાનત સામે રોષે ભરાયેલા ખેલાડીઓ એવી માગ કરી રહ્યા છે કે સરકારી કાર્યક્રમો માટે પરવાનગી આપ્યા બાદ મેદાનની યોગ્ય મરામત માટે જવાબદારોને ફરજ પાડવામાં આવે અથવા તો મેદાનમાં કાર્યક્રમ કરવાની પરવાનગી જ આપવામાં ન આવે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,