બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા અન્ય રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓનો રાજ્યની સંસ્કૃતિ, મૂલ્યો, અસ્મિતા, પરંપરા, ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો તેમજ પોતાના મૂળ સાથે તેમનો નાતો જોડાઇ રહે તેવા હેતુથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના પ્રેરણાથી ‘‘ગુજરાત દર્શન યોજના’’ અમલી બનાવી છે.
આ યોજના હેઠળ રાજ્યની મુલાકાતે આવતા પ્રતિ વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતી માટે ૧૦ હજાર સુધીનો સરભરા ખર્ચ રાજ્ય સરકારે આપવાનો નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમ માટે પ્રતિ વર્ષ મહત્તમ સંખ્યા ૧૫૦ની નક્કી કરવામાં આવી છે, જેમાં લીડર સહિત મહત્તમ ૨૫-૨૫ના ૬ ગૃપ રહેશે. આ માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષના અંદાજપત્રમાં ૧૫ લાખની જોગવાઇ કરી છે તેમ બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
એક વર્ષમાં મહત્તમ 150 વરિષ્ઠ પ્રવાસીઓને આ લાભ મળશે. ગુજરાતમાં રોકાણનો આ ગાળો 6થી 7 દિવસનો હોવો જરૂરી છે. રાજ્ય સરકારે આ અંગે રજૂ કરેલા અંદાજપત્રમાં રૂ.15 લાખની જોગવાઇ કરવામાં આવી છે.