રાજયવ્યાપી આરોગ્ય સેતુ કાર્યક્રમનો આરંભ કરાવતા મુખ્યમંત્રી
વિશ્ર્વ આરોગ્ય દિવસ નીમીતે મુખ્યમંત્રી દ્વારા આરોગ્ય સેતુ કાર્યક્રમનો રાજય વ્યાપી શુભારંભ કરાવાયો હતો. મુખ્યમંત્રી એ જણાવાયું કે, પહેલાના સમયમાં મૃત્યુ દર ઉંચો હતો. દર ૧૦૦૦ લોકોએ ૧૭૫ લોકો મૃત્યુ પામતા હતા હવે મૃત્યુ દર ઘટીને ૧૩૨ પહોચયો છે. નરેન્દ્રભાઇ મોદી જયારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આરોગ્ય સેવાઓ ગુજરાતના ખુણે ખુણે પહોંચી છે. દર વર્ષે બજેટમાં ૯ થી ૧૦ હજાર કરોડ આરોગ્ય માટે ફાળવવામાં આવે છે.
નવી દવાઓ અને નવા સંશોધનો થઇ રહ્યા છે. તે વાતનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રી વિજય ‚પાણી જણાવાયું કે આજે નવી દવાઓ શોધાઇ રહી છે. તેની સામે નવા રોગો પણ થઇ રહ્યો છે. ત્યારે રોગો સામે રક્ષણ મેળવવા સરકાર કટીબઘ્ધ છે. રાજય સરકારે ત્વરીત સારવારની ૧૦૮ની સેવાઓ વધારી છે. સાત થી આઠ મીનીટમાં ૧૦૮ પહોંચે તે માટેનો પ્રયત્ન આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. શિક્ષણ અને આરોગ્ય રાજયના વિકાસ માટે જરુરી છે. પ્રજાજનોનું તન મન સુખી તો જ સમૃઘ્ધિ ઉભી થાય ભવિષ્યની આપણી પેઢી રોગ મુકત બને તે માટે વિશેષ ઘ્યાન આપવામાં આવી રહ્યું છે. ગામડે ગામડે દવાખાનાના નારા સાથે ડોકટર અંતરીયાળ ગામમાં જઇ લોકોને સારવાર આપે તે આજના સમયની માંગ છે અમૃતમ યોજના, પંડિત દીનદયાળ પ્રધાનમંત્રી જન જન ઔષધિ સ્ટોર્સ ગરીબ લોકો માટે ઉપયોગી સાબીત વધારવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં મેડીકલ કોલેજ શરુ કરવા સરકાર વિચારી રહી છે. મુખ્યમંત્રીએ મેડીકલ ટુરીઝમનો ઉલ્લેખ કરતા જણાવાયું છે. બહારના રાજયમાંથી લોકો ગુજરાતમાં આવીને સારવાર કરાવે તે માટેની વ્યવસ્થા ઉભી કરવી છે.
મુખ્યમંત્રીએ સૌને તંદુરસ્ત જીવનની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી, વિધાનસભાના ઉપાઘ્યક્ષ, શંભુજી ઠાકોર, ધારાસભ્ય અશોકભાઇ પટેલ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.