- રાજ્યમાં ચાલુ વર્ષે 1.44 લાખથી વધુ પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રથમ તબક્કાની સહાયની ચૂકવાઈ: ગ્રામ વિકાસ મંત્રી
ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર ખાતેથી જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓના વર્કશોપનો શુભારંભ કરાવતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘આત્મા ગામડાનો સુવિધા શહેરની’ વિભાવનાને સાચો કરી ગ્રામ્ય જીવનને વધુ સમૃદ્ધ બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
ગ્રામ વિકાસ મંત્રી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આદર્શગામનું સ્વપ્નને સાકાર કરવામાં આપસૌ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જેના પરિણામે ‘આત્મા ગામડાનો, સુવિધા શહેરની’ના મંત્રને ગુજરાત સાર્થક અર્થમાં ચરિતાર્થ કરી રહ્યું છે. રાજ્યના નાગરિકોની સક્રિય ભાગીદારી, કેન્દ્ર તેમજ રાજય સરકારની વિવિધ યોજનાઓના સહકારથી ગુજરાતના ગામડાઓ આજે સમગ્ર દેશમાં આદર્શ ગામ તરીકે ઉભરી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5.61 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરી રાજ્યના નાગરિકોને પોતાનું સપનાનું ઘર આપ્યું છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે 1.44 લાખથી વધુ ઙખ આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રથમ તબક્કાની સહાયની ચૂકવણી ડીટીપીના માધ્યમથી કરવામાં આવી છે. આ ઉપરાંત ગામડાઓની અર્થતંત્રને વધુ મજબુત કરવા આંતરમાળખાકીય સુવિધા સહિત જળ વયવસ્થાપન, સ્વચ્છતા, ડ્રીપ ઇરિગેશન, ગામના આરસીસીના રસ્તા, ઘરેઘરે શૌચાલય જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યની બહેનોને આર્થિકરીતે પગભર તેમજ આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમલી બનાવી તેનો લાભ પહોચાડવા રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ છે.
જ્યારે ‘કેચ ધ રેન’ અભિયાન થકી ખેતી કરતા ખેડૂતોને સિંચાઈમાં વધુ સુવિધા ઉમેરાશે, ગ્રામ વિકાસ વિભાગના સચિવ મનીષા ચંદ્રાએ જણાવ્યું હતું કે, રાજ્યના અંતરિયાળ વિસ્તારને વધુ વિકસાવવાના ઉમદા આશયથી આ બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત તમામ જિલ્લાઓ તેમની કામગીરી રજૂ કરશે. સાથે જ ગ્રામીણ ક્ષેત્રે તમામ યોજનાઓનો લાભ વધુ સુચારુ રીતે પહોચાડવા આ વર્કશોપ મહત્વની ભૂમિકા ભજવશે.
આ વર્કશોપમાં ગ્રામ વિકાસ વિભાગના અધિક કમિશનર સુજલ મયાત્રા, વિશાલ ગુપ્તા, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ બંસલ તેમજ રાજ્યના તમામ જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.