કવોલીફાઈડ શૈક્ષણીક સ્ટાફ સાથે ગુણવતા સભર શિક્ષણ વ્યવસ્થાના કારણ ગુજરાતે શિક્ષણ ક્ષેેત્રે કાઠું કાઢ્યું છે પરિણામલક્ષી પગલાઓનાં કારણે ગુજરાતમાં શિક્ષણ સાર્વત્રિક અને ગુણવતાયુકત બન્યું
શિક્ષણએ મુનષ્યના જીવનનો પાયો છે. 21મી સદીમાં શિક્ષણનું ખુબ જ મહત્વ છે ત્યારે ગુજરાતમાં બાળકોને કે.જી થી પી.જી સુધી શ્રેષ્ઠ શિક્ષણ પુરું પાડવામાં આવી રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શમાં છેલ્લા 20 વર્ષથી શિક્ષણનું સુદ્રઢ માળખુ વિકસાવવામાં આવ્યું છે. છેલ્લા 20 વર્ષમાં સમયની સાથે કદમ મિલાવીને આજની જરૂરિયાત પ્રમાણેની શિક્ષણ વ્યવસ્થા સરકારી સ્કુલો-કોલેજોમાં કરવામાં આવી છે. સરકારી શાળાઓ-કોલેજોમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
ક્વોલિફાઈડ શૈક્ષણિક સ્ટાફ સાથે ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાને કારણે વાલીઓને સરકારી શાળાઓ-કોલેજો પર વિશ્વાસ વધ્યો છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીનું દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ તેમના નિર્ણયો અને નીતોઓમાં શિક્ષણના વિકાસની પરિપાટી સ્પષ્ટપણે દેખાય છે. માત્ર નિર્ણયો જ નહિ પરંતુ તેની પાછળ એક સમર્પિત ભાવનાથી અત્યારે ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે જબરૂ કાઠુ કાઢ્યું છે. ગુજરાતના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ હેઠળ વધુ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કાર્યરત છે. તેમના નેતૃત્વમાં ગુજરાતરે નવી શિક્ષણ નીતિ અમલી કરવાનો રોડ મેપ તૈયાર કર્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે બે દાયકા અગાઉ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની કમાન સંભાળી હતી ત્યારથી રાજયમાં શિક્ષણની નવતર પરિભાષા વિકસી. શાળા પ્રવેશોત્સવ, ક્ધયા કેળવણી રથયાત્રા અને ગુણોત્સવ જેવા અનોખા અને અભૂતપૂર્વ વિચારો અમલમાં મુકીને એમણે ગુજરાતના ખૂણે ખૂણામાં શિક્ષિત ગુજરાતનો શંખનાદ ફૂંક્યો. એમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, ગુજરાત શિક્ષણને હળવાશથી લેવા માગતું નથી. એમના પરિણામલક્ષી પગલાંઓના પરિણામે ગુજરાતમાં શિક્ષણ સાર્વત્રિક અને ગુણવત્તાયુકત બન્યું છે.
કન્યા કેળવણીને પ્રોત્સાહન
રાજ્ય સરકારના અથાગ પ્રયાસોને પરિણામે આજે પ્રાથમિક કક્ષાએ 101.87% છોકરાઓની સરખામણીએ 103.69% ક્ધયાઓનું નામાંકન થયું છે. એ જ રીતે માધ્યમિક કક્ષાએ પણ બંનેનું સરખું નામાંકન થયું છે. ઉચ્ચ માધ્યમિકમાં 50.52% છોકરાઓની સરખામણીએ 52.40% ક્ધયાઓનું નામાંકન થયું છે. ક્ધયા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી છે, આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000 રૂપિયા સહાય, નવમા ધોરણમાં આવે ત્યારે 6000 રૂપિયાની સહાય જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે રૂપિયા 1 લાખની સહાય આપવામાં આવી રહી છે.
ડિજિટલ માધ્યમથી શિક્ષણ
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની 5,268 સરકારી પ્રાથમિક શાળાઓમાં 15,173 વર્ગખંડોમાં ટેક્નોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ સ્માર્ટ ક્લાસનો વિકાસ. દેશભરના તમામ શિક્ષકોને અદ્યતન ડિજિટલ ટેક્નોલોજીથી સજ્જ કરવા માટેના રાષ્ટ્રીય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે કાર્યરત ઉઈંઊંજઇંઅ પ્લેટફોર્મ (ઉશલશફિંહ ઈંક્ષરફિતિિીંભિીંયિ રજ્ઞિ ઊંક્ષજ્ઞૂહયમલય જવફશિક્ષલ આાહશભફશિંજ્ઞક્ષ) ના ઉપયોગમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. કોરોનાના સમયમાં વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અવિરત ચાલુ રહે તે માટે શરૂ કરાયેલ હોમ લર્નિંગ (ધો.1 થી 1ર) કાર્યક્રમ અંતર્ગત શરૂ કરવામાં આવેલી ઢજ્ઞીઝીબય ઈવફક્ષક્ષયહ ૠીષફફિિં ય-ઈહફતત ને ઢજ્ઞીઝીબય જશહદયિ ઊફમિ(જશહદયિ ઙહફુ ઇીિિંંજ્ઞક્ષ) એનાયત થયો છે.
અત્યાર સુધીમાં 5,10,000+ જીબતભશિબયિ અને આઠ કરોડથી વધુ ટશયૂત મળેલા છે. ઓનલાઇન પ્લેટફોર્મ – માઇક્રોસોફ્ટ ટીમ્સ પ્લેટફોર્મના ઉપયોગમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં ત્રીજા સ્થાને છે. માઇક્રોસોફ્ટ ટીમ્સ પ્લેટફોર્મ દ્વારા 20 કરોડથી વધુ વર્ચ્યુઅલ ક્લાસ યોજાયા. અગરિયાના બાળકોને ટેકનોલોજી યુક્ત માધ્યમિક શિક્ષણ આપવા સ્કૂલ ઓન વ્હીલ કાર્યરત. રાજયમાં ચાર જિલ્લાઓ કચ્છમાં-5, મોરબીમાં-3, પાટણમાં 10 અને સુરેન્દ્રનગરમાં 20 મળી કુલ 38 સ્કૂલ ઓન વ્હીલ કાર્યરત. માઈક્રોસોફ્ટ ટીમ્સ પ્લેટફોર્મના ઉપયોગમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં ત્રીજા સ્થાન પર છે. તમામ ધોરણોના વિષયો માટેનું ઈ-લર્નિંગ ક્ધટેન્ટ ૠ-જવફહફ એપ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
શિક્ષણ જગતની ક્રાંતિકારી પહેલ શાળા પ્રવેશોત્સવ
કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવની વિચારધારા અત્યંત ઉપયોગી પુરવાર થઇ છે. નબળી શાળાઓને દત્તક લેવાના નાવીન્યસભર કાર્યક્રમને લાવીને એમણે ગુજરાતમાં જ્ઞાનયજ્ઞની જ્યોત પ્રગટાવી હતી. તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003-04માં પ્રાથમિક શિક્ષણમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા શાળા પ્રવેશોત્સવના મહાઅભિયાનનો પ્રારંભ કર્યો. જેમાં જ્ઞાનરથ દ્વારા અંતરિયાળ ગામડાઓમાં જઈ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો કે, તેઓ ગુજરાતને સો ટકા શિક્ષિત બનાવીને જ સંતોષનો શ્વાસ લેશે. પરિણામે ધોરણ 1 થી 8માં શાળા છોડી જવાનો દર વર્ષ 2019-20માં 3.39 ટકા થયો છે. શાળા પ્રવેશોત્સવની પહેલના કારણે રાજ્યમાં પ્રાથમિક શાળામાં (ધોરણ 1 થી 5માં) વિદ્યાર્થીઓના શાળા છોડી જવાના દરમાં (મજ્ઞિાજ્ઞીિં ફિયિં)માં નોંધપાત્ર ઘટાડો થયો. ડ્રોપ આઉટ રેટ જે વર્ષ 1999-2000માં 22.30 ટકા હતો જે નોંધપાત્ર ઘટી વર્ષ 2019-20માં 1.37 ટકા થયો છે.
દેશનું સર્વપ્રથમ એજ્યુકેશનલ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’
ગુજરાતમાં શાળાકીય શિક્ષણ ક્ષેત્રે આશરે 40,000 સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓ, 2.4 લાખ શિક્ષકો, 10,000 જેટલો સુપરવિઝન માટેનો સ્ટાફ મળીને કુલ 2.5 લાખ કરતા વધુ કર્મચારીઓ કાર્યરત છે, જે રાજ્યના કુલ સરકારી કર્મચારીઓના 51% છે.આ તમામ કર્મચારીઓના અસરકારક મોનિટરિંગ અને સપોર્ટ માટે તથા વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમના સતત મોનિટરિંગ અને સુધારણા માટે ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા ઊભી કરવી જરૂરી હતી. આ માટે દેશનું સર્વપ્રથમ એજ્યુકેશનલ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર ’વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યું છે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બિગ ડેટા એનાલિસિસ વગેરે જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. તેના દ્વારા રાજ્યની 54 હજારથી વધુ સરકારી અને ખાનગી શાળાઓમાં 11.4 મિલિયન વિદ્યાર્થીઓ અને લગભગ 4 લાખ શિક્ષકોની દૈનિક ઓનલાઈન હાજરીનો ડેટા પ્રાપ્ત થાય છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દર વર્ષે 500 કરોડ ડેટા સેટ્સનું વિશ્લેષણ કરે છે. આ સેન્ટરના કારણે રાજ્યની શાળાઓમાં બાળકોની હાજરીમાં 26 ટકા સુધીનો વધારો થયો છે.
ગુણવત્તાસભર શિક્ષણનો નવતર અભિગમ ગુણોત્સવ
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પરિણામલક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવાના સહિયારા પ્રયાસથી નામાંકન અને સ્થાયીકરણમાં ગુજરાતે અનેરી સિધ્ધિ હાંસલ કરી છે. શિક્ષણની ગુણવત્તા સંદર્ભે વર્ષ 2009થી રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તાની સંવેદના અને જવાબદેહિતા નક્કી કરતો કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુણોત્સવ સ્વરૂપે શરૂ કરવામાં આવ્યો. ગુણોત્સવ એટલે ગુણવત્તા સુધારવાની દિશામાં આગેકદમ. પ્રત્યેક ગુજરાતીને ગૌરવ થાય એવી વાત છે કે, દેશના સૌથી મોટા શાળા મૂલ્યાંકનના કાર્યક્રમની ગુજરાત સરકાર દ્વારા શરૂઆત કરવામાં આવી. મૂલ્યાંકનના અંતે સઘન ઉપચારાત્મક કાર્યક્રમનો પણ સમાવેશ થાય છે.