દ્વારકામાં આજે સવારે રાજયના માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા માજી મંત્રી વસુબેન ત્રિવેદીએ દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી સવારથી ૧૧ વાગ્યાની શૃંગાર આરતીનાં દર્શન કર્યા બાદ દ્વારકાધીશજીની પાદુકાનું પૂજન કર્યુ હતુ.
આનંદીબેન પટેલે દ્વારકા યાત્રાધામના વિકાસ અંગેની ચર્ચા કરતા જણાવ્યું હતુ કે જામનગરથી દ્વારકા સુધીનો છ માર્ગીય હાઈવે માર્ગની મંજૂરી આપી દેવામાં આવી છે તેમજ ગુજરાત વિભાગના પ્રવાસન વિભાગ દ્વારા દ્વારકાધીશ મંદિર પરિસર, ગોમતીઘાટ, સુદામાસેતુ અને યાત્રાધામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર સફાઈની ખાસ ટીમ મૂકવામાં આવી છે. અને રાજયનાં યાત્રાધામમાં નગરના માર્ગો અને મંદિરો આસપાસની સફાઈ અંગેની જાળવણી અતિ જીણવટભરી રીતે કરવામાં આવશે.
રાજયસભાના સાંસદ અને રીલાયન્સના ગ્રુપ વાઈસ પ્રેસીડેન્ટ પરીમલભાઈ નથવાણીના સ્વપ્નથી રીલાયન્સ સાથેની ભાગીદારીથી નિર્માણ થયેલા દ્વારકાના ગોમતી ઘાટ અને પંચકુઈને જોડતા સુદામા સેતુના સ્મરણોને યાદ કરતા આનંદીબેને જણાવ્યું હતુ કે પંચકુઈ વિસ્તારમાં ભગવાન કૃષ્ણના જીવન ચરીત્ર સાથેના પરિચય આપતં એક મ્યુઝીયમ પણ બનાવવાની યોજના માટે પ્રસ્તાવ ચાલી રહ્યો છે. દ્વારકાની મુલાકાત દરમ્યાન દ્વારકાદીશ મંદિરના પુજારી નેતાજી, રાજુભાઈ ઠાકર, જામનગર સોની સમાજના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સોની વિગેરે સાથે રહ્યા હતા.