નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પારદર્શક ડ્રો પધ્ધતીથી બાળકોને પ્રવેશ અપાયો

સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તક ત્રણ અંગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત છે તેમાં SNK ગૃપના J.H.P. FOUNDATION નાં સહયોગથી મધ્યમ ગરીબ વર્ગના બાળકોને આધુનિક શિક્ષણ મળી રહયું છે . આ શાળામાં કોઈપણ પ્રકારની ફી લેવામાં નથી આવતી. તેમજ પાઠય પુસ્તકો , શિષ્યવૃતિ પણ છાત્રોને અપાય છે.

ત્રણ શાળાઓ કવિ નર્મદ અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા , 3/9 ગાયત્રીનગર , બોલબાલા માર્ગ , શ્રી રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા , સાથે વાસવાણી માર્ગ તથા ડો . હોમી જહાંગીર ભાભા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા , દુધ સાગર માર્ગ પર આવેલ છે . આવેલ પ્રવેશ અરજી પૈકી કુલ 75 (પંચોતેર) છાત્રોને પારદર્શક ડ્રો પથ્થતીથી પ્રવેશ આપેલ હતો . આ તકે સમગ્ર રાજકોટના મહાનુભાવો તથા વિશાલ વાલી સમદાય ઉપસ્થિત રહયો હતો.

55

કાર્યક્રમની શરૂઆત કાર્યક્રમ અધ્યક્ષ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના વરદ હસ્તે કરવામાં આવેલ હતી . આ તકે કાર્યક્રમ ઉદ્ઘાટક ઘારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને પૂર્વ ચેરમેન મ્યુ.ફા.બોર્ડ ઓફ ગુજરાતના ઘનસુખભાઈ ભંડેરી , ખાસ ઉપસ્થિત રહેલ . વધુમા ગોવિદભાઈ પટેલે સરકારી શાળાની વિશેષતાઓ અને સરકાર બાળકોના શિક્ષણ પ્રત્યે સતત ચિંતીત રહે છે તે અંગે વિગતવાર માહિતી આપેલ . સમયની વ્યસ્તતા વચ્ચે સમગ્ર કાર્યક્રમ માટે મસ્ત . ડો . દર્શીતાબેન શાહ , પુષ્કરભાઈ પટેલ , વિનુભાઈ ઘવા , નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના મહાનુભાવો હાજર રહેલ . બાળકોના વાલીઓના વરદ હસ્તે માટેની કાપલી ખેંચાવામાં આવેલ અને ભૂલકાઓને પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવેલ પારંભે અંગ્રેજી માધ્યમ શાળાઓની કાર્યપધ્ધતી અન્વયે માહિતી શિક્ષણ સમિતિનના ચેરમેન આ અતુલ પંડિતે આપેલ અને તમામ આમંત્રીત મહેમાનોની આભારવિધી વાઈસ ચેરમેન સંગીતાબેન છાયા એ કરેલ હતી.

કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન અતલભાઈ પંડિત , વા . ચેરમેન સંગીતાબેન છાયા , શાસનાધિકારી કિરીટસિંહ પરમાર , શિક્ષણ સમિતિ સરદસ્ય રવિભાઈ ગોહેલ , તેજસભાઈ ત્રીવેદી , કિરીટભાઈ ગોહેલ , ડો . વિજયભાઈ ટોળીયા , ફારૂકમાઈ બાવાણી , ધૈર્યભાઈ પારેખ , શરદભાઈ તલસાણીયા , ડો . પીનાબેન કોટક , કિશોરભાઈ પરમાર , જયંતીલાલ ભાખર , ડો.અશ્વિન દુઘરેજીયા , જાગૃતીબેન ભાણવડીયા , ઉપસ્થિત રહેલ તેમજ તેના માર્ગદર્શન હેઠળ યુ.આર.સી. , સી.આર.સી . , ઓફિસ સ્ટાફ હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.