બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીવીએસ અને પિઆજિઓ જેવી ઓટો કંપનીઓ મેદાનમાં

મોટાપાયે ઈ રીક્ષા ધમધમવા માટે કેન્દ્ર સરકાર હવે બલ્કમાં ઈ-ટેન્ડર બહાર પાડશે. જી હા, ઈ-વ્હીકલની બોલબાલા છે. ઈલેકટ્રોનિક કાર રોડ પર દોડતી કરવા સાથે ઈ-રીક્ષા દોડાવીને કેન્દ્ર સરકાર પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માગે છે. ઈ-રીક્ષાના ઉત્પાદન માટે બજાજ ઓટો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીવીએસ અને પિઆજિયો જેવી કંપનીઓ મેદાનમાં આવી ગઈ છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે રાજધાની નવી દિલ્હી સહિત દેશભરમાં પેટ્રોલ અને ડિઝલ જેવા ઈંધણથી ચાલતા દ્વિચક્રી, ત્રિ ચક્રી અને કાર-ટ્રક જેવા વાહનોથી સહન ન કરી શકાય તેવું પ્રદુષણ ફેલાય છે. તેથી કેન્દ્ર સરકાર હવે બેટરીથી ચાલતા ઈલેકટ્રોનિક વાહનોને ભારતના રાજમાર્ગો પર દોડાવવા માટે કવાયત કરી રહી છે. તેમણે ઉત્પાદકોને વિશ્ર્વાસમાં લઈને બ્લકમાં ટેન્ડરો બહાર પાડવા કહી દીધું છે.

કેટલાક દિવસો અગાઉ રસ્તા પર ઈલેકટ્રોનીક કાર દોડાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે મા‚તી સુઝુકીના ચેરમેન કે.સુન્દરમે અનેકાનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કેન્દ્ર સરકારના આ નિર્ણયને ઓટો ઝોન ઉધોગ માટે આત્મહત્યા સમાન કે ગળુ ઘોંટવા સમાન ગણાવ્યા હતા. હજુ તો આ સમાચારની શાહી સુકાણી પણ નથી ત્યાં મોટાપાયે ઈ-રીક્ષા ધમધમાવા સરકાર બલ્કમાં ટેન્ડર બહાર પાડશે. દેશની પ્રથમ દરજજાની ચાર ઓટો ઉત્પાદન કંપની બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીવીએસ અને પિઆજિઓ આ ઈ-રીક્ષા ટેન્ડરમાં રસ દાખવી રહી છે. ટાટા મોટર્સને ઈલેકટ્રોનિકસ કારનું ટેન્ડર મળવાની તકો વધુ છે. કેમ કે તેમના રેટ સૌથી ઓછા હોવાનું માનવામાં આવે છે. ઓટો ઝોનના નિષ્ણાતોના જણાવ્યાનુસાર ટુ વ્હીલર્સ અને થ્રી વ્હીલર્સ પછી સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટ થકી દોડતી સીટી અને એસટી બસો પણ આગામી ભવિષ્યમાં બેટરીથી દોડતી જોવા મળશે તો નવાઈ નહીં કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરીત કેન્દ્રની બીજેપી સરકાર દેશમાંથી પ્રદૂષણોને સંપૂર્ણપણે દેશનિકાલ કરવા માટે કટીબઘ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.