સુરત ખાતે નરેન્દ્રભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને સમાજ શિક્ષણ શિબિર યોજાઈ: રૂ.૫૦ લાખની સાધન સહાય એનાયત
ગુજરાત પચાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન અને મહામંડલેશ્ર્વર નરેન્દ્રભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને સુરત ખાતે વિકસતી જાતી કલ્યાણ વિભાગ અને ગુર્જર ક્ષત્રીય સમાજના ઉપક્રમે સમાજ શિક્ષણ શિબિર યોજવામાં આવી હતી. આ તકે નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતુ કે સરકાર દ્વારા અનેકવિધ યોજનાનો અમલમાં મૂકવામા આવી છે. ત્યારે ભાજપાની પંચનિષ્ઠા એટલે સામાજીક સમરસતાનું સ્થાપન કરવા માટે બક્ષીપંચ સમાજમાં આવતી આશરે ૧૪૪થી વધુ જ્ઞાતિઓને ઉચ્ચ અભ્યાસ તેમજ ધંધા રોજગાર માટેની લોન ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા કરોડો રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે.
ત્યારે આ શિબિરમાં બક્ષીપંચ સમાજના જરૂરતમંદોને વિકસતી જાતી કલ્યાણ ખાતાની યોજનાઓ હેઠળ રૂ.૫૦ લાખથીવધુની સાધન સહાય એનાયત કરવામાં આવી હતી જેમાં બક્ષીપંચના ૬ વિદ્યાર્થીઓને ૪૦.૫૦ લાખની વિદેશ અભ્યાસ લોન સહાય, સાત ફેરા સમુહ લગ્ન યોજનાના ૩૭ લાભાર્થીઓને રૂ.૩.૭૦ લાખ, કુંવરબાઈનું મામે‚ યોજનાના ૩૬ દિક્રીઓને રૂ. ૩.૬૦ લાખ તેમજ ધો.૧-૧૨માં જિલ્લાના ક્રમાંકિત તેજસ્વી તારલાઓને રૂ.૫૧ હજારના ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ તકે નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યુંં હતુ કે બક્ષીપંચ સમાજના તમામ વર્ગોના લોકોને વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ આપવા ભાજપા સરકાર કટીબધ્ધ છે. ત્યારે સમાજના સૌ કોઈને શિક્ષીત અને દિક્ષીત બનાવવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિકસતી જાતીનાં જિલ્લા નાયબ નિયામક દિપકભાઈ ત્રિવેદીએ યોજનાઓની સંપૂર્ણ માહિતી આપી હતી.
આ તકે વિવિધ જ્ઞાતિઓનાં અગ્રણીઓ દ્વારા ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીનું સન્માન કરવામાં આવ્યુંં હતુ. આ શિબિરમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી, સુરતના પૂર્વ મેયર નિરંજનભાઈ ઝાંઝમેરા તેમજ વિકસતી જાતીના પૂર્વ જિલ્લા નાયબ નિયામક આર.બી. ગોહિલ, સુરત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કેયુર ચટવાલા, ગુર્જર ક્ષત્રીય સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ વાઘેલા, નરેશભાઈ ચોટલીયા, કોર્પોરેટર જશુબેન રાઠોડ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.