કરવામાં આવ્યું હતું. જેમાં ફેસબુક સહિતના સોશ્યલ મીડિયાના ડેટા અસુરક્ષિત કરતા નેટવર્ક પર ચર્ચા કરવામાં આવી હતી. આઈટી મંત્રાલયે વધુ તપાસ હાથ ધરતા ચુંટણીના પરિણામોની ફિકસિંગ સહિતની વાતો ખુલ્લી હતી. ફેસબુકના ડેટાનો ગેરઉપયોગ થવાનો કિસ્સો સામે આવ્યો હતો. લંડનની કંપની કેમ્બ્રિજ એનાલિટેકાએ ૫૦ મિલિયન ફેસબુક યુઝર્સના ડેટાને ચુંટણીમાં એક તરફી નમાવવા માટે ઉપયોગમાં લીધા છે.
ઈન્ટરનેટ કંપનીઓ દ્વારા કરાયેલી ડેટા એનાલિટિકસની વ્યાપક સમીક્ષામાં ત્યારે ઉંડુ ઉતરવુ પડે જયારે આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદ આરોપ મુકે છે કે કોંગ્રેસે કેમ્બ્રિજની સેવાનો ઉપયોગ ચુંટણી માટે કર્યો હતો. જોકે મંત્રાલયે પહેલા જ સ્પષ્ટતા કરી હતી કે સોશિયલ મીડિયા અને ફેસબુક જેવી કંપનીઓ જો ચૂંટણીમાં આવવાનો પ્રયત્ન કરશે તો તેના પર સખત કાર્યવાહી કરાશે. જોકે કંપનીના ફાઉન્ડરે વિશ્ર્વાસનીયતા ગુમાવતા માફી પણ માંગી હતી અને પોતાની ભુલ સ્વીકારી હતી માટે હવે સરકાર સતર્ક બની રહી છે અને ડેટા ચોરી જેવી સોશિયલ મીડિયાની ભુલો સરકાર સાંખી લેશે નહીં.