આર.આર.બી. ના નિવૃત કર્મચારીઓને રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ સમકક્ષ પેન્શન આપવામાં આવે તેવી માંગ
સરકારે નેશનલ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) માટે ૩૦ હજાર જેટલા પ્રાદેશિક ગ્રામીણ બેંક નિવૃત માટે પેન્શન યોજના અમલમાં મુકવાની સુચના આપી છે. જેમણે આ વર્ષે એપ્રીલમાં રાષ્ટ્રીયકત બેંક કર્મચારીઓ સાથે પેન્શનમાં પેરીટી માગવાની લાંબી કાનુની લડાઇ જીતી છે. સરકારે આ નિર્ણયને અમલમાં લાવવા માટે તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંક ચેરમેન અને તેમની સ્પોન્સર બેન્કોના ચીફ એકિઝકયુટીવ્સને એક પરીપત્ર મોકલ્યો છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નિવૃત આર.આર.બી.ના કર્મચારીઓને રાષ્ટ્રીય કૃત બેંકોના કર્મચારીઓની સમકક્ષ પેન્શન આપવામાં આવે. આ યોજના અંતર્ગત ૧ સપ્ટેમ્બર ૧૯૮૭થી નાબાર્ડ સાથે જોડાયેલા કર્મચારીઓને પેન્શન યોજનાનો લાભ મળશે. જયારે ૧ એપ્રિલ ૨૦૧૮ પહેલા આર.આર.બી. માં જોડાયેલા કર્મચારીઓ આ યોજના હેઠળ આવશે. સુપ્રિમ કોર્ટે સરકારને ત્રણ મહિનાની અંદર પેન્શન યોજનાનો અમલ કરવાની સુચના આપી છે. જયારે સરકારે હજુ સુધી કોઇ અંતિમ જાહેરનામુ બહાર પાડયું નથી.
ઓલ ઇન્ડિયા રીજીનલ ગ્રામીણ બેંક કર્મચારીઓના સેક્રેટરી જનરલ એસ. વેંકટેશ્ર્વર રેડ્ડીએ જણાવ્યું હતું કે અમને પહેલેથી જ આશા હતી કે સુપ્રિમ કોર્ટનો ચુકાદો કર્મચારીઓની તરફેણમાં હશે. જો કે ના બોર્ડ દ્વારા આ અંગે હજુ કોઇ સુચન કે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું નથી.