ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા સરકારને આવેદન પાઠવી આક્રોશભેર રજુઆત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા સરકારને આક્રોશભેર રજુઆત કરી છે કે કૃષિ મહોત્સવના તાયફાઓ બંધ કરી સરકાર ખરા અર્થમાં ખેડુતોને મદદ કરે અને સરકાર દ્વારા બનાવાતી યોજનાઓના અમલીકરણ થાય, ખેડુતોનું અપમાન કરવાનું બંધ કરી ખરા અર્થમાં ખેડુતોના દુ:ખમાં ભાગીદાર થાય તે અંગે સરકાર તે આવેદન પાઠવવામાં આવ્યું હતું.
રજુઆતમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા કૃષિ મહોત્સવ નામના તાયફાઓ કરી પ્રજાના પૈસાનું પાણી કરવામાં આવી રહ્યું છે. વર્તમાન સરકારમાં ‘જય જવાન’ ‘જય કિસાન’ નારાને બદલાવી ‘મર જવાન‘ ‘મર કિસાન’ નારે પ્રજામાં વધારે પ્રચલિત થઈ રહ્યો છે સરકાર જો ખરા અર્થમાં ખેડુતોને મદદ કરવા માગતી હોય તો સરકારે અગાઉના સમયમાં ખેડુતોને આપેલા વચનોનું અક્ષરસર પાલન કરે તો ખરા અર્થમાં કૃષિ મહોત્સવ થયો ગણાશે.
રાજય સરકારે અગાઉ જાહેર કરેલી ખેડુતલક્ષી યોજનાઓનો માત્ર કાગળ પર જ અમલ થઈ રહ્યો છે. વાસ્તવિકતામાં આ યોજનાઓનો કયાંય અમલ થયેલો જોવા મળતો નથી. જેમ કે વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ના સમયગાળામાં થયેલી સેટેલાઈટથી જમીન કાગળ પર પુરેપુરુ થઈ ગયું જેના કારણે આ ૧૧૦ ટકા ભુલ કરેલુ રહી ગયું છે. આ જમીન કારણે તૈયાર થયેલા ગામના નકશાઓ સંપૂર્ણ પણે ખોટા છે. એસી ઓફિસમાં બેસીન તૈયાર થયેલા અને હવે સરકારની માન્યતા પ્રાપ્ત આ જમીન આવનારા ભવિષ્યમાં ખેડુત-ખેડુત વચ્ચે આંતર વિગ્રહ ઉભો કરાવશે.
ચાલુ નાણાકિય વર્ષમાં ખેડુતો માટે કપાસનું પાકવિમા પ્રિમીયમ ૨ ટકા જ હોવું જોઈએ તેમ છતા ૫ ટકા વિમા પ્રિમીયમ શા માટે ? તે તાત્કાલિક બંધ કરાવી અગાઉ જેટલા ખેડુતો પાસેથી વધારાનું ૩ ટકા વિમા પ્રિમિયમ ઉઘરાવી લીધું છે તેમને પરત આપવું જોઈએ. ખેડુતોના પાક ધિરાણમાં કેન્દ્ર અને રાજય સરકારએ વ્યાજ રાહતની જાહેરાતો કરી પરંતુ તે ખરા અર્થમાં ખેડુતોને વ્યાજ રાહત મળી નથી. કેન્દ્ર અને રાજય સરકારે તાત્કાલિક અસરથી છેલ્લા ત્રણ વર્ષની વ્યાજ રાહત બાકી છે તે તાત્કાલિક ચુકવવી જોઈએ. સરકાર તુવેર, કપાસ, મગફળી જેવા વિવિધ પાકોના ટેકાના ભાવો જાહેર કરેલા છે તે ભાવથી તાત્કાલિક ખરીદી ચાલુ કરવી જોઈએ. ટ્રેકટર તથા વિવિધ કૃષિ ઓજારોની સબસીડી વિના વિલંબે તાત્કાલિક ચુકવવી જોઈએ.
સરકાર દ્વારા ખેડુતોને પડતી તકલીફો અને સમસ્યાઓને સમાધાન કરવા તેના ગોટાળાઓ અને ભ્રષ્ટાચાર યુકત હોય છે. જેના કારણે ખેડુતો વધારે હેરાન-પરેશાન થઈ રહ્યા છે. આ યોજનાઓ ખેડુતોની સુખાકારી વધારવાને બદલે દુ:ખાકારી વધારી રહી છે ત્યારે ખેડુતોના દુ:ખ દર્દ સાંભળી ખેડુત કલ્યાણકારી નીતિઓ બનાવી તેનો ખરા અર્થમાં અમલ કરવાની જગ્યાએ સરકાર મહોત્સવો, મેળાવડાઓ, તાયફાઓ કરાવામાંથી બહાર આવતી નથી એ દુ:ખદ બાબત છે સરકાર ખેડુતો-જગત-તાત-અન્નદાતાના નામે મહોત્સવઓ કરી ખેડુતોનું અપમાન કરવાનું બંધ કરી ખરા અર્થમાં ખેડુતોના દુ:ખમાં ભાગીદાર થવું જોઈએ.