વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજગઢમાં મોહનપુરા સિંચાઈ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે મોદીએ કહ્યું કે, મધ્યપ્રદેશના લોકો માટે રૂ.4000 કરોડના મોહનપુરા સિંચાઇ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવું મારા માટે સૌભાગ્યની વાત છે. મોદીએ કહ્યું કે, દેશમાં સૌથી વધુ સમય શાસન કરનારા પક્ષે દેશના લોકોના સામર્થ્ય પર ભરોસો ન કર્યો. ઉલ્લેખનીય છે કે મોદી આજે મધ્યપ્રદેશમાં આશરે 9 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
રાજગઢથી વડાપ્રધાન ઇંદોર જશે. ત્યાં નહેરૂ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થશે. આ દરમિયાન પીએમ ઇંદોર, ભોપાલ સહિત 12 સ્વચ્છ શહેરોને પુરસ્કૃત કરશે. 20 શહેરોમાં સંચાલિત થનારી નગરીય બસ સેવાને પણ લીલી ઝંડી દર્શાવશે.
વડાપ્રધાને કહ્યું, “તમારા જિલ્લામાં જળ સંરક્ષણ, કૃષિ, શિક્ષણ વગેરે વિવિધ વિષયો પર કામ કરવામાં આવશે. સરકાર એ સુનિશ્ચિત કરે છે કે આ જિલ્લાના દરેક ગામમાં દરેક પાસે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન હોય, સૌભાગ્ય યોજના હેઠળ બધાને વીજળી મળે, જન-ધન યોજના હેઠળ બેંકખાતા હોય અને ઇન્શ્યોરન્સ કવર મળે તેમજ ઇન્દ્રધનુષ યોજના હેઠળ દરેક મહિલા અને બાળકનું ટીકાકરણ થાય.”
Yeh is desh ka durbhagya raha hai ki ek parivar ka mahima mandan karne ke liye, desh ke anek saputon ko aur unke yogdanon ko chota kar diya gaya: Prime Minister Narendra Modi in Rajgarh. #MadhyaPradesh pic.twitter.com/VBrVReV07R
— ANI (@ANI) June 23, 2018
“આ બધાં કાર્યો પહેલા પણ થઇ શકતાં હતા, કોઇએ અટકાવ્યા ન હતા. પરંતુ આ દુર્ભાગ્યની વાત છે કે આ દેશમાં લાંબા સમય સુધી જે પક્ષે શાસન કર્યું તે લોકોએ તમારા સામર્થ્ય પર ભરોસો ન કર્યો.”
It is my privilege to inaugurate the Rs. 4,000 crore Mohanpura Irrigation project for the people of Madhya Pradesh: Prime Minister Narendra Modi in in Rajgarh. #MadhyaPradesh. pic.twitter.com/kUu2Obsb0C
— ANI (@ANI) June 23, 2018
“શું છેલ્લાં 4 વર્ષમાં ભારત સરકારે ક્યારેય નિરાશાની વાત કરી છે? અમે હંમેશાં આશા અને વિશ્વાસ સાથે આગળ વધતા લોકો છે. અમારી સરકાર દેશની જરૂરિયાતો સમજીને, તેના સામર્થ્યમાં વિશ્વાસ રાખીને દેશને આગળ લઇ જવા માટે પ્રતિબદ્ધ છે.છેલ્લાં 4 વર્ષમાં મધ્યપ્રદેશની બીજેપી સરકારે ખેડૂતો, ગરીબો, પછાત જાતિઓના વિકાસ માટે કાર્ય કર્યું છે.”