દેશની લાખો હેકટર જંગલની જમીન છુટ્ટી કરવા સુપ્રીમ કોર્ટનું મહત્વનું કદમ.

દેશભરના સોળથી વધુ રાજયોમાં અત્યારે જંગલની જમીનો પરના દાવાઓના ૧૧.૮ લાખ દાવાઓમાં લાખો હેકટર જંગલની જમીનો વિવાદના કારણે ફસાયેલી પડી છે. એ તમામ જમીનો છુટ્ટી કરવા વડી અદાલતે વનવાસીઓ અને આદિવાસીઓ દ્વારા જંગલની જમીનો પર કરવામાં આવેલા માલીકીના દવાના ૧૧.૮ લાખ કેસો ખારી જ કરી દીધા છે.

સુપ્રિમ કોર્ટે ૧૬ રાજયોને આવા કેસના નિકાલ માટે શું કાર્યવાહી કરી તેનો જવાબ માંગી આદિવાસીઓ અને વનવાસીઓ દ્વારા પાયા વિહોણા દાવાઓ સાથે કરવામાં આવેલી જંગયલની જમીનોની માંગણી ફગાવીને જંગલની જમીનો ખુલ્લી કરવાનો માર્ગ મોકળો કરી દીધો છે.

જંગલની જમીનો અંગે ચાલતા વિવાદોમાં જમીનની માલીકી હકના નિરાધાર દાવાઓ અને એક જમીન પર એકથી વધુ દાવાઓ વનવાસી પરીવારોની સભ્ય સંખ્યા જેવા અનેક મુદ્દાઓથી જંગલની જમીનોના દાવામાં ગુંચવાળો ઉભો કર્યો છે.

સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા, નવીનસિંહ અને મુખ્ય સચિવોને ૧૬ રાજયોમાં આ અંગેની અંતિમ પરિસ્થિતિ અને જમીનો ખાલી કરવાના આદેશોનો અમલ કેમ થયો નથી તેવી ટકોર કરી હતી.

જંગલની જમીનો સં૫ાદીત કરવાની પ્રક્રિયાઓમાં વિવિધ પક્ષકારો દ્વારા જંગલની જમીનોના માલીકી હકકના દાવાઓ રજુ કરવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટ મુખ્ય સચિવો ને આદિવાસી અને વનવાસીઓની જંગલની જમીનોની માંગણીના રાજય સરકારે રદ કરેલા દાવાઓની વિગતો પણ માંગી છે.

ઘણા કેસમાં વનવાસીઓએ પોતાના અધિકારીઓની મુદતમાં વધારો કરી કબ્જો અને માલીકી પ્રસ્થાપિત કરવા કેસને લંબાવવામાં આવતા હોય છે. વાઇલ્ડ લાઇફ ફસ્ટ ગમની બીન સરકારી સંસ્થાએ જંગલની જમીનો પર આદિવાસીઓ અને વનવાસીઓના અધિકારની મુદત સામે દાદ માંગતી અરજી સામે મુખ્ય ન્યાયમૂર્તિએ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં દંડની રકમ પચાસ હજાર રૂપિયા સુધી વધારી દીધી હતી.

કર્ણાટક, યુ.પી. આસામ, મઘ્યપ્રદેશ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તેલગાંણા, સરકારે આ અંગે કોઇ જાતની જવાબની કાર્યવાહી કરી ન હતી. આંધ્રપ્રદેશે જણાવ્યું હતું કે રાજયમાં જંગલની જમીનો પરના ૬૬૩૫૧ દાવાઓના નિકાલમાં ૧.૧૪ લાખ એકર જમીન ફસાયેલી છે. મઘ્યપ્રદેશમાં ૨૦૪૧૨૩ આદિવાસી અને ૧૫૦૬૬૪ વનવાસીઓ ના દાવાઓ ખારી જ કરવામાં આવ્યા છે.

પશ્ચીમ બંગાળમાં આદિવાસીઓના ૨૫૨૮૮ અને વનવાસીઓના ૩૫૮૫૮ દાવાઓ રદ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે યુ.પી, ઉતરાખંડ, ત્રીપુરા, તેલગાંણા, તામીલનાડુ, રાજસ્થાન, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, કેરલ, કર્ણાટક, ઝારખંડ, છત્તીગઢ અને આસામના હજારો દાવાઓ નિકાલના વાંકે પડયા છે. ત્યારે આ દાવાઓનો નિકાલ કરી ઝડપથી જંગલની જમીનો છુટ્ટી કરવાની દિશામાં સુપ્રિમ કોર્ટે આગળ વધવા રાજયને તાકીદ કરી છે. અને કેન્દ્ર સરકારે દરેક રાજયોને જંગલ પરની જમીનોના વિવાદોની સ્થિતિ જ નિવારણ કયાં અટકયું છે તેની તાકીદ કરી છે.

મોટાભાગની જંગલની જમીનમાં હવે રહેણાંક વસ્તી વચ્ચે આવતી જાય છે. જમીનોના વધતા જતાં ભાવ અને કિંમતોના કારણે જંગલની જમીનો પોતાના કબ્જામાં રાખવાના ભોગે ખોટા દાવાઓ કરવામાં આવતા હોય છે હવે જંગલની જમીનો પોતાની કરી લેવાની મુરાદ રાખનારોની પાલી નહિ ચાલે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.