શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા ૧૦ ટકા અનામતની અમલવારી માટે ૩૧મી જાન્યુઆરી સુધીમાં યુનિવર્સિટીઓએ વધારાની સીટો અને નાણાકીય જરૂરીયાતની માહિતી કેન્દ્રને આપવાની રહેશે
શૈક્ષણિક અને આર્થિક પછાત લોકો માટે કેન્દ્ર સરકારે જાહેર કરાયેલા સવર્ણોના ૧૦ ટકા અનામત રાહત પેકેજ અંગે કેન્દ્રની ૪૦ યુનિવર્સિટીઓ માટે સરકારે ભંડોળની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં કેન્દ્ર સિલેકટેડ યુનિવર્સિટીઓની નાણાની જરૂરીયાત પૂર્ણ કરશે.
આ યુનિવર્સિટીઓમાં જેએનયુ, ડીયુ, એએમયુ, જામીયા મીલીયા ઈસ્લામીયા અને વિશ્ર્વ ભારતી સહિતની ૭૭ અન્ય સરકારી સંસ્થાઓની માહિતી એકઠી કરવામાં આવી છે. ૩૧મી જાન્યુઆરી સુધીમાં આ તમામ વિગતો સરકારને આપવાની રહેશે તેથી કરીને ૧૦ ટકા અનામત માટે સંસ્થાઓને પુરતુ ભંડોળ આવનારા શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જ મળી રહેશે. કેન્દ્રની ૪૦ યુનિવર્સિટીઓને સીટ મેટ્રીકસ અને ફાયનાન્સીયલ રિકવાયરમેન્ટ માટે પુછવામાં આવ્યું છે. જેમાં ગુકુલ કંગ્રી વિશ્વ વિદ્યાલય, ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ સોશીયલ સાયન્સ સહિત ૮ ફૂલ ફંન્ડેડ ડિમ્ડ યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
દિલ્હી યુનિવર્સિટીની ૫૪ કોલેજો, અલ્હાબાદ યુનિવર્સિટીની ૧૧ કોલેજો અને બનારસની હિન્દી યુનિવર્સિટીની ૪ કોલેજોને આ રાહત પેકેજ માટે ભંડોળની પરવાનગી અપાશે.
ઉચ્ચ શિક્ષણ મંત્રાલય વિભાગના સેક્રેટરી આર. સુબ્રમણ્યમે જણાવ્યું કે, અનામત માટે ભંડોળનો કોઈ પ્રશ્ર્ન નથી કારણ કે, સરકારે પહેલેથી જ તેની જોગવાઈ માટે યુનિવર્સિટીઓની નાણાની જરૂરીયાતના ડેટા એકઠા કરવાની જાહેરાત કરી દીધી છે. ગત સપ્તાહે તેમણે કહ્યું હતું કે, જયાં પણ વધુ ભંડોળની આવશ્યકતા રહેશે ત્યાં સરકાર જરૂરીયાત અંગે પુરતુ ધ્યાન આપતું રહ્યું છે અને આપશે.
૭મી જાન્યુઆરીના રોજ યુનિયન કેબીનેટે ૧૦ ટકા અનામત બીલને મંજૂરી આપી હતી. એચઆરડી મીનીસ્ટર ઓફિસ મેમોરેન્ડમ મુજબ કહેવાયું હતું કે, ૧૦ ટકા અનામત પેકેજ એકસીલેન્સ, રીસર્ચ અને રાષ્ટ્રીય સ્ટ્રેટેજીની ક્ષમતા મુજબ માઈનોરીટીને ધ્યાનમાં લઈ સીલેકટ કરવામાં આવ્યા છે.
સરકારે કેન્દ્ર શિક્ષણ સંસ્થાઓને અનામત માટે વધુ સીટો કરવા તેમજ સુવિધા વધારવાના આદેશો આપ્યા છે.
સરકારે યુજીસી લેટરમાં ૧૮મી જાન્યુઆરીએ કેન્દ્રની ૪૦ યુનિવર્સિટીઓને રિઝર્વેશન માટે ભંડોળની જરૂરીયાત અંગે અમલવારી કરવા ૩૧મી જાન્યુઆરી સુધીમાં પોતાના સીટ મેટ્રીકસ પ્રોગ્રામ મુજબ માહિતી આપવાની સુચના કરી છે. ૪૦ યુનિવર્સિટીઓમાં જેએનયુ, એએમયુ ઉપરાંત હૈદરાબાદ યુનિવર્સિટી, નોર્થ ઈસ્ટન હિલ યુનિવર્સિટી, વિશ્વ ભારતી અને કાશ્મીરની સેન્ટ્રલ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.