સરકારી બેંકે ગ્રાહકોને આપી ભેટ, હવે દર મહિને બચશે તમારા રુપિયા બેંકો દ્વારા એમસીએલઆર વધારવા કે ઘટાડવાની અસર નવા લોન લેનારા ઉપરાંત જે ગ્રાહકોએ એપ્રિલ 2016 પછી લોન લીધી હતી તેમને મળશે.
દેશની મોટી સરકારી બેંક યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાએ (UBI) પોતાના ગ્રાહકોને લોનનાં દર ઓછા કરીને સસ્તી ઇએમઆઈની ભેટ આપી છે. મતલબ સ્પષ્ટ છે કે બેંકે એમસીએલઆર (MCLR) ઘટાડી દીધો છે. હવે તમે જો હોમ, ઓટો કે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે ખુશખબરી છે. તમને જણાવીએ કે બેંકો દ્વારા એમસીએલઆર વધારવા કે ઘટાડવાની અસર નવા લોન લેનારા ઉપરાંત જે ગ્રાહકોએ એપ્રિલ 2016 પછી લોન લીધી હતી તેમને મળશે.