વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો.

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર ભાવવધારાનું ધીમું ઝેર આપીને દેશના કરોડો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને આર્થિક રીતે મારવાનું કામ કરી રહી છે. ‘પાણીનો નળ (ચકલી) ખોલો ત્યારે પાણીના બદલે પેટ્રોલ નીકળશે’ તેવું કહેનાર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં પ્રજાનું તેલ નીકળી રહ્યું છે.

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલમાં બેફામ ભાવવધારો કરાતા હવે ગુજરાત સરકાર કેન્દ્રના અન્યાય સામે કેમ ચૂપ છે ? કોંગ્રેસના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વખતે ગોવા, આંધ્રપ્રદેશ સહિતની કોંગ્રેસશાસિત સરકારોએ રાજ્ય સરકારના વેરામાં ઘટાડો કરીને નાગરિકોને મોંઘવારીમાં રાહત આપી હતી, તેવી રીતે હવે પેટ્રોલ-ડીઝલ અને ગેસ પરના વેરાની વર્ષે રૂ. ૧૦ હજાર કરોડી વધુની આવક કરતી ગુજરાતની ભાજપ સરકાર દ્વારા વસુલાતા પેટ્રોલ-ડીઝલ ઉપરના ૨૪% અને સીએનજી-પીએનજી ઉપરના ૧૫% વેરામાં ઘટાડો કરીને ગુજરાતની પ્રજાને રાહત આપવી જોઈએ.

જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલનો ભાવ રૂ. ૧૫૦ ડોલરની આસપાસ હતો ત્યારે પણ પેટ્રોલ-ડીઝલના આટલા ઊંચા ભાવ યુપીએ સરકારમાં નહોતા. જ્યારે આજે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવ ૭૮ ડોલર યા હોવા છતાં ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવને રેકોર્ડ સપાટીએ પહોંચાડી દીધા છે. કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડયુટીમાં વધારો કરીને પ્રજાના ખિસ્સા ખંખેરીને જાહેર ક્ષેત્રની કંપનીઓના ખિસ્સા ભરી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.