કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ વચ્ચે દેશને આ મહામારી સામે લડવા માટે વધુ એક હથિયાર મળી ગયું છે. કેન્દ્ર સરકારે રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક-Vને પણ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. એક્સપર્ટ કમિટી (સીડીએસકો)ની મંજૂરી સાથે હવે દેશમાં ત્રણ કોરોના રસી આવી છે. દેશની એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ કોવિશિલ્ડ અને ભારત બાયોટેક-આઇસીએમઆર વેક્સિન કોવાક્સિનને પહેલાથી જ મંજૂરી આપી દેવામાં આવી છે અને 10 કરોડથી વધુ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.
હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ડો. રેડ્ડી લેબોરેટરીઝે ગત સપ્તાહે ભારત સરકાર પાસેથી સ્પુતનિક-V માટે મંજૂરી માંગી હતી. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)એ ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ માટે સપ્ટેમ્બર 2020માં ડો. રેડ્ડી સાથે ભાગીદારી કરી. 91.6% રશિયન વેક્સિન અસરકારક છે અને યુએઈ, ભારત, વેનેઝુએલા અને બેલારુસમાં ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહ્યો છે.
ડો. રેડ્ડીઝ ઉપરાંત, આરડીઆઈએફ ભારતમાં દર વર્ષે 20 કરોડ ડોઝ ઉત્પાદન માટે ભારતમાં વિરચો બાયોટેક પ્રા.લિ. સાથે કરાર કર્યું હતું. તેણે 20 અને 10 કરોડ ડોઝ બનાવવા માટે સ્ટેલિસ બાયોફર્મા પ્રા.લિ. અને પેન્સિયા બાયોટેક સાથે ભાગીદારી કરી છે.
મોર્ડના અને ફાઇઝરની mRNA વેક્સિન 90% વધુ અસરકારક સાબિત થઈ છે. ત્યાર બાદ સ્પુતનિક-વી સૌથી અસરકારક 91.6% હતું. તેને રશિયાની ગમાલય સંસ્થા દ્વારા રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)ના ફન્ડિંગથી બનાવવામાં આવી છે. કોવેક્સિનનનો એફિસીસી રેટ 81% છે,જ્યારે કોવીશીલ્ડ કેટલાક શરતો સાથે 80% સુધી છે. રશિયન રસી 91.6% અસરકારકતા સાથે સૌથી અસરકારક વેક્સિન બનશે.
રશિયન વેક્સિનને એવા સમયે મંજૂરી આપવામાં આવી છે જ્યારે દેશમાં સૌથી વધુ 1,68,912 કોરોના કેસો સામે આવ્યા છે અને સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,35,27,717 થયો છે. 11 થી 14 એપ્રિલ દરમિયાન ઉજવવામાં આવતા ટીકા તહેવારની વચ્ચે, ઘણા રાજ્યો કોરોના વેક્સિનનો અભાવ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.