આજી જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીસ એસોસીએશન પ્રેસીડેન્ટ જીવણભાઇ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ખાસ તો કાર્યક્રમ તો હેતું છે કે ગર્વરમેન્ટમાંથી એક સ્ક્રીમ ચાલે છે. સરકાર તરફથી તેમને જે સહાય મળે છે તે ડેવલોપમેન્ટ માટે અલગ અલગ પ્રકારનાં ગટરના કામો ઇન્ડસ્ટ્રીઝને જે કંઇ પણ લાભો જોઇતા હોય પાણીની સુવિધા, સીસી ટીવી કેમેરા, ઇલેકટ્રીક સુવિધા માટે ગર્વમેન્ટ સ્કીમ ચાલે છે.
જેમાં આઇ.આઇ. તરીકે એક પ્રોજેકટ છે જેના માટે ગર્વમેન્ટ તરફથી ૮૦-૨૦ ની સ્કીમ હોય છે.સરકાર ૮૦ ટકા ભોગવે છે અને ઇન્ડસ્ટ્રીયલીઝે ૨૦ ટકા ભોગવવાનું રહે છે આમ સરકાર સાથે ભાગીદારી હોય છે સરકારના આવા ઘણા પ્રોજેકટ હોય છે ખાસ તો ઇન્ડસ્ટ્રીઝમાં થતાં પ્રશ્ર્નોની ચર્ચામાં જણાવ્યું કે ૧૯૭૧ થી ઇન્ડસ્ટ્રીઝનું ડેવલોપીંગ શરુ થઇ છે. કુલ ૫૦૦ જેટલી ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. જીઆઇડીસીમાં પ્રાથમીક સુવિધાઓ મળી રહે છે. જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝથી ઘણા બેનીફીટ હોય છે. તેમ જણાવ્યુ.