બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પરિણામે જે સ્થિતિ ઊભી થઇ છે તેમાંથી યુદ્ધના ધોરણે સમગ્ર તંત્ર કાર્યરત થઇ જનજીવનને પૂર્વવત કરવાના કામોને અગ્રિમતા આપશે. સમગ્ર વહીવટીતંત્ર અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અસરગ્રસ્ત તાલુકાઓમાં કેમ્પ કરશે અને બનાસકાંઠા પુનઃ બેઠું થઇ જાય એટલું જ નહિ પહેલા કરતા વધુ સારું બનાસકાંઠા બને તે માટેના પ્રયાસોમાં કોઈ કચાશ છોડવામાં આવશે નહિ.
ધાનેરામાં APMC અને ગામમાં જે દુકાનો અને વેપાર ધંધા ને વ્યાપક નુકશાન થયું છે તેની સંપૂર્ણ વિડિઓ ગ્રાફી કરાવી ને ક્યાસ મેળવાશે. વરસાદને કારણે બગડી અને સડી રહેલા અનાજ નો ત્વરાએ નિકાલ કરાશે. સરકારનું સમગ્ર ફોક્સ રાહત કામગીરી અને જનજીવન પૂર્વવત કરવા પર છે. વરિષ્ઠ મંત્રીઓ અને સચિવો આ અસરગ્રસ્ત વિસ્તારમાં જ કેમ્પ કરીને જેમ બને તેમ જલ્દી પૂર્વવત પરિસ્થિતિમાં માર્ગદર્શન કરશે.
બનાસકાંઠા જિલ્લાના નાગલા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો આપત્તિના સમયમાં ગુજરાત સરકાર તમારી સાથે જ છે. વરસાદની આપત્તીમાં પણ સ્વસ્થતાથી મુકાબલો કરનારા ગ્રામજનોની દિલેરી ઝિંદાદિલીને બિરદાવું છું.
ધાનેરામાં રાહત બચાવ અને પુનઃ સ્થાપનની કામગીરીના નિરીક્ષણ માટે જતા પહેલા રેલ નદીમાં આવેલા અતિ પુરને કારણે જે તારાજી સર્જાઈ હતી તેની જાતમાહિતી મેળવી અને ગ્રામજનો પાસેથી વિતત સાંભળી ગ્રામજનો સાથે વાતચીત કરી હતી.
ગામની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તો ની મુલાકાત લીધી હતી.