એમઆરપી, ઉત્પાદક દેશ, બેસ્ટ બીફોર સહિતની વિગતો દર્શાવવામાં નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓને 77 લાખથી વધુનો દંડ પણ ફટકરાયો
ડિપાર્ટમેન્ટ ઓફ ક્ધઝ્યુમર અફેર્સ અને તેના ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ મેટ્રોલોજીએ ઓક્ટોબર 2020 થી ઈ-કોમર્સ કંપનીઓને તેમની વેબસાઈટ અથવા પોર્ટલ પર પ્રોડક્ટના મૂળ દેશ અને અન્ય વિગતો દર્શાવવા પરના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 448 નોટિસ મોકલી છે.
ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ લોકસભામાં ઉઠેલા પ્રશ્નોના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર નિયમિત ચેકિંગ માટે યોગ્ય મિકેનિઝમ વિકસાવવાનો પ્રસ્તાવ મૂકે છે, જેમાં એમઆરપી , વિક્રેતાની વિગતો, ઉત્પાદકનું નામ અને મૂળ દેશ સંબંધિત વિગતો દર્શાવવાના નિયમો છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મંત્રાલયે આ કંપનીઓ પાસેથી 77,90,500 રૂપિયાની ફી વસૂલ કરી છે. 2020 માં ભારત-ચીન સરહદ સંઘર્ષ પછી મૂળ દેશ પરનો નિયમ જટિલ બની ગયો છે. એમેઝોન ભારત એ પ્રથમ કંપની હતી જેને પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.
2020 માં, સરકારે ઈટેલર્સ માટે તેમના પ્લેટફોર્મ પર ઉત્પાદનો અને અન્ય માહિતી જેમ કે એમઆરપી અને વિક્રેતાની વિગતો માટે મૂળ દેશ બતાવવાનું ફરજિયાત બનાવ્યું છે. જોકે, એમેઝોન અને વોલમાર્ટ સમર્થિત ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ માટે દંડની રકમ પ્રમાણમાં ઓછી છે કારણ કે તેમનો કુલ વેપાર દર વર્ષે અબજો ડોલરમાં ચાલે છે. આ બંને કંપનીઓએ તેમના ઉત્પાદનોની હાલની સૂચિને અપડેટ કરવાની અને તેમના નવા ઉત્પાદનોને ખાસ કરીને મૂળ દેશ પર જરૂરી માહિતી સાથે સૂચિબદ્ધ કરવાની ખાતરી કરવાની કામગીરીનો પણ
સામનો કરવો પડ્યો હતો. સરકારે 2020 થી ટોચના ઈટેલર્સ સાથે તેમના સ્ટેન્ડની જાણ કરવા માટે ઘણી બેઠકો યોજી હતી, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે આવા નિયમથી ઘરેલું ઉત્પાદનોને પ્રોત્સાહન મળી શકે છે.
લોકલ સર્કલ્સના તાજેતરના સર્વે મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, દર બેમાંથી એક ગ્રાહક જેઓ ઑનલાઇન ખરીદી કરે છે તે સામાન્ય રીતે એમઆરપી અને મૂળ દેશની માહિતી શોધી શકતા નથી. ઉપરાંત, પાંચમાંથી ચાર ઈકોમર્સ દુકાનદારોએ દાવો કર્યો હતો કે તેઓ ઉત્પાદનની બેસ્ટ બીફોરની તારીખો શોધી શક્યા નથી.