વડાપ્રધાને ગુજરતા આવીને રાજય સરકારને દોડતી કરવાની જરૂર હતી
રાજયની સરકાર વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને પહોચી વળવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ડો. દિનેશ ચોવટીયાએ કર્યો છે. તેમણે માંગણી કરી કે સરકાર અસરગ્રસ્તોને તાત્કાલીક કેસડોલ અને ઘર વખરરીની સહાય આપે.
વધુમાં ખેતી અને પશુધનને થયેલા નુકશાનનો સર્વે કરવામાં આવે અને જીવ ગુમાવનાર પરિવારોને તાત્કાલીક આર્થિક સહાય ચૂકવવામા આવે.ડો.દિનેશ ચોવટીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સરકારે રોડ રસ્તા અને વીજ પૂરવઠો પૂર્વવત કરવા ત્વરીત પગલા લેવા જ જોઈએ વધુમાં ડો. દિનેશ ચોવટીયાએ ઉમેર્યુ છે કે, કોંગ્રેસના તાલુકાના કાર્યકરો અને ધારાસભ્યો લોકોના સતત સંપર્કમાં છે.
અને સહાય પુરી પાડી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને લઈને કોંગ્રેસે કંટ્રોલ મ શ કર્યો છે. સુરત, રાજકોટ અને અમદાવાદ ખાતે કંટ્રોલ મ શ કર્યા છે. તથા કોંગ્રેસના કાર્યકરો અસરગ્રસ્તો સુધી પહોચીને મદદ કરી રહ્યા છે. કંટ્રોલ મ ખાતે સેવાદળની ટીમો સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
તેમણે કહ્યું છે કે, વાસ્તવમાં આ કામગીરી રાજય સરકારે કરવાની હોય છે.પરંતુ તેમાં તે નિષ્ફળ ગઈ છે. અને તેને કારણે લોકોમાં રોષ છે. ગરીબોનાં આંસુ લુછવાની વાતો કરનારા વડાપ્રધાને પણ ગુજરાતનો પ્રવાસ રદ કરી નાખ્યો છે. ખરેખર તો તેમણ ગુજરાતનાંપ્રવાસે આવી ને રાજય સરકારને દોડતી કરવાની જરૂર હતી.