ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને ધ્યાને લેવાઇ
હાલમાં પ્રવર્તી રહેલ લોકડાઉન પરિસ્થિતી તેમજ સમગ્ર વિશ્ર્વમાં રોકાઇ રહેલ વેપારી પ્રવૃતિઓને કારણે નિકાસકારોના નિકાસ કાર્ય દરમ્યાન મળતી અનેક પ્રકારની મુશ્કેલીઓ અંગે કેન્દ્ર સરકારના નાણામંત્રાલય તથા શીપીંગ મંત્રાલય સમક્ષ રાષ્ટ્રીય કક્ષાની એસોચેમ, ફિઓ તથા ફિકકી જેવી સંસ્થાઓ તથા સ્થાનીય કક્ષાની જાગૃત સંસ્થા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અવારનવાર કેન્દ્ર સરકારના કસ્ટમ, શીપીંગ મંત્રાલય તથા નાણા મંત્રાલય સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. જેના પરીણામ સ્વરૂપે ઉપરોકત જણાવેલ જુદા જુદા પ્રકારના અનેક ચાર્જસમાં મુક્તિ આપવામાં આવેલ છે. જેથી નિકાસકારોને રાહત થયેલ છે.
આ ઉપરાંત નિકાસકારોએ જી.એસ.ટી.ના રીફંડની કે ડ્રો બેક અંગેના કલેઇમની પ્રક્યિાના ભાગરૂપે કેટલાક મહત્વના નિકાસ અંગેની ખરાઇ કરવાના દસ્તાવેજો મુળ દસ્તાવેજ ફિઝીકલ રૂપે સબમીટ કરવાની જરૂરીયાતમાંથી મુકિત આપેલ છે. અને જી.એસ.ટી.ના પોર્ટલ પર ચેક કરી કલેઇમ પાસ કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું છે. ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઇ દોશીની યાદીમાં જણાવાયુ છે.