મેટ્રો સિટીમાં મોટા પાયે વૈકલ્પિક ટ્રાન્સપોર્ટે સુવિધા લાવવા કવાયત
દેશભરમાં ‘સ્કૂટર-ટેકસી’ ચલાવવા સરકાર સજજ છે !!! આ મામલે કેન્દ્રના ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ એક પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી. દેશના મેટ્રો શહેરોમાં મોટાપાયે ‘સ્કૂટર ટેકસી’ દોડાવવા કેન્દ્ર સરકારનું ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય કવાયત કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું હતુ કે અમે બાઈક (સ્કૂટર)ને ટેકસી તરીકે લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ મુસાફરો માટે કેબ અથવા સ્કૂટર ટેકસીની પસંદગીનો વિકલ્પ હશે. પ્રાથમિક તબકકે આ યોજના મેટ્રો સીટિ પૂરતી સીમિત છે. ત્યારબાદ અગર આ યોજનાને સફળતા સાંપડશે તો તેને વધુ શહેરો સુધી આવરી લેવાશે કે લંબીત કરાશે. આ બારામાં નીતિકારોએ પ્રેઝન્ટેશન પણ આપી દીધું છે જે મંજૂર કરી લેવામાં આવ્યું છે.
યોજનાને આર્થિક પીઠબળ પૂ‚ પાડવા વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંકે (એડીબી) તૈયારી બતાવી છે. ઓ મોડેલમાં લંડન ટ્રાન્સપોર્ટ ઓથોરિટીપણ મદદ કરી રહી છે.
લંડન જેવી બસો ભારતમાં
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં લંડનમાં દોડે છે. તેવી બસ ભારતનાં રાજમાર્ગો પર દોડશે એવી પણ એક ઘોષણા કરવામાં આવી હતી.