- જુની પેન્શન યોજનાની માંગ અને પડતર પ્રશ્ર્ને રામધુન બોલાવી મુખ્યમંત્રીને આપશે આવેદન પત્ર
જુની પેન્શન યોજનાની અમલવારી અને વિવિધ પડતર પ્રશ્ર્નોને લઇ રાજય સરકાર સામે છેલ્લા ઘણા સમયથી બાંયો ચડાવનાર સરકારી કર્મચારી મહામંડળે હવે આંદોલન વધુ ઉગ્ર બનાવ્યું છે. આવતીકાલે રાજયભરના સરકારી કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખશે રામધુન બોલાવી મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવશે.
જુની પેન્શન યોજના, ફિકસ પગાર સિસ્ટમની નાબુદી સહિતના પડતર પ્રશ્ર્નોને ઉકેલવા માટે સરકારી કર્મચારી મહામંડળે આખરી અલ્ટીમેટમ આપ્યું હતું. લોકસભાની ચુંટણી સમયે જ કર્મચારીઓ સરકારી પર દબાણ વધારી રહ્યા છે.
આવતીકાલે રાજયભરના સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં પાટનગર ગાંધીનગર ખાતે ઉમટશે.
રામધુન બોલાવી મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવાના કાર્યક્રમનું એલાન આપવામાં આવ્યું છે.
સરકારે પણ કર્મચારીઓના આંદોલનને દબાવી દેવા માટેના ભરપુર પ્રયાસ કર્યા હતા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી કાળા વસ્ત્રો પહેરી ફરજ બજાવી હતી.
જિલ્લા કક્ષાએ દેખાવો યોજયા હતા. કલેકટરને આવેદન ખાતે પણ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત પેન ડાઉન કાર્યક્રમ પણ આપવામાં આવ્યો હતો.
લોકસભાની ચુંટણી સમયે રાજય સરકારના કર્મચારીઓએ સરકાર પણ દબાણ વધાર્યુ છે. આગામી દિવસોમાં કર્મચારીઓની માંગ અંગે સરકાર દ્વારા કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.