સરકારના નિર્ણયથી ૪૮ લાખ કર્મચારીઓને થશે લાભ તિજોરી ઉપર પડશે રૂ.૩૧,૦૦૦ કરોડનો બોજ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સાતમાં પગાર પંચ અંગે વેતન આયોગની તમામ ભલામણોને સ્વીકારવામાં આવી છે. જેનાથી દેશના ૪૮ લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ થશે નવા ભથ્થા અને પેન્શન લાગુ થવાથી સરકારી તિજોરી ઉપર ‚રૂ.૩૦,૭૪૮ કરોડનું ભારણ આવશે.
મોદી સરકાર તમામ ભલામણોને પહેલી જુલાઈથી લાગુ કરશે સેનાના જવાનો માટે સિયાચીન એલાઉન્સની જાહેરાત કરવામાં આવી છે. જવાનોને અગાઉ અપાતું ‚રૂ.૧૪૦૦નું સીયાચીન એલાઉન્સ બેગણું વધારીને રૂ.૩૦,૦૦૦ પ્રતિમાસ કરવામાં આવ્યું છે.
મોદી સરકાર દ્વારા નવા બેઝીક પેના ૨૪ ટકા, ૧૬ ટકા અને ૮ ટકા એચઆરએ આપવાનું નકકી કરવામાં આવ્યું છે. શહેરના આધારે એચઆરએની ટકાવારી નકકી કરવામાં આવશે. શહેરના ગ્રેડ પ્રમાણે કર્મચારીઓને એચઆરએ આપવામાં આવશે તેમ છતા લઘુતમ વેતન રૂ.૧૮૦૦૦ નકકી કરવામાં આવ્યું હોવાથી શહેરોની કેટેગરીના આધારે ઓછામાં ઓછુ ‚રૂ.૫૪૦૦, ૩૬૦૦ અને ૧૮૦૦ રૂપીયા એચઆરએ આપવામાં નહી આવે તેનાથી ૭.૫ લાખ કર્મચારીઓને ફાયદો થશે.
કેન્દ્ર સરકાર દ્વારા નર્સિંગ સ્ટાફને પણ લાભ અપાયો છે. સરકારે નર્સિંગ ભથ્થુ વધારી આપ્યું છે. નર્સિંગ સ્ટાફને અગાઉ ‚રૂ ૪૮૦૦ ભથ્થુ આપવામાં આવતુ હતુ જે વધારીને ‚રૂ.૭૨૦૦ કરવામાં આવ્યું છે. ઓપરેશન એલાઉન્સ રૂ ૩૬૦થી વધારી ‚રૂ.૫૦૦ કરાયું છે. પેશન્ટ કેર ભથ્થુ દર મહિને રૂ.૨૦૭૦-૨૧૦૦થી વધારી રૂ.૪૧૦૦થી ૫૩૦૦ કરાયું છે.