વિધાનસભાની ચૂંટણી બંને તબક્કાની પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે 8 ડિસેમ્બરના રોજ પરિણામો પણ જાહેર થવાના છે તેવા સંજોગોમાં ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા 18 વર્ષ થી ઉપરના યુવા વર્ગ મતદાન કરી શકે તે માટે વિવિધ પ્રકારના ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરી અને બીએલઓ પાસે ફોર્મ ભરાવી અને નવા મતદાતાઓનો ઉમેરો કરાવવામાં આવ્યો છે અને અન્યત્ર કામગીરીમાં જેના સગા સ્નેહીજનો મૃત્યુ પામ્યા હોય તેમના નામ કમી સહિતની કામગીરી ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે આ કામગીરી માટે ચૂંટણી પંચ દ્વારા ફોર્મ ભરવા અંગેનું સાહિત્ય જિલ્લા ચૂંટણી અધિકારીની આગેવાની હેઠળ ફાળવવામાં આવ્યું છે
જેમાં નવા ફોર્મ ભરવા નામ કમી કરવાના ફોર્મ તેમજ અન્ય કોઈ સુધારો ચૂંટણી કાર્ડમાં હોય તો તે કરવાના ફોર્મ ચૂંટણી પંચ દ્વારા ફાળવવામાં આવ્યા છે તેને સુરેન્દ્રનગરની કલેકટર કચેરીમાં આવેલી ચૂંટણી શાખાની ઓફિસમાં પણ ચૂંટણી પંચ દ્વારા આ પ્રકારના ફોર્મ ફાળવવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરની કલેકટર કચેરી સર્જરી હાલતમાં બની ચૂકી હોવાના પગલે પાણી લીકેજ સર્જાયું છે અને જે ફાળવવામાં આવેલા ફોર્મ છે તે પલળી ચૂક્યા છે અને ભીના થઈ ગયા છે અને જે કોઈપણ પ્રકારે ઉપયોગમાં આવી શકે તેવા થઈ ગયા છે.
ત્યારે છેલ્લા અનેક સમય થી સુરેન્દ્રનગર ની જિલ્લા કલેક્ટર કચેરી જર્જરિત હાલત માં બની ચુકી છે.ત્યારે ભય ના ઓથાર વચ્ચે અનેક કચેરીઓ ચાલી રહી છે.ત્યારે ચૂંટણી અધિકારી ની કચેરી માં આવેલ ધાબા માં લીકેજ સર્જતાં ચૂંટણી લક્ષી સાહિત્ય ને નુકસાન થયું છે.ચૂંટણી કાર્ડ ને લાગતા ફોર્મ અને વિવિધ પ્રકાર ના સાહિત્ય પલળી ગયા અને બિન ઉપયોગી બન્યા છે.ભાવનગર ૠઈંઉઈ વિઠ્ઠલવાડી માં આવેલ સરકારી મુદ્રાલય માં છપાયેલા સરકારી સાહિત્ય ને નુકસાન પહોંચ્યું હોવા નું બહાર આવ્યું છે.ત્યારે આ ફોર્મ અને સાહિત્ય કેટલું ઉપયોગી હતું અને ચૂંટણી મતદાતાઓ ને ઉપયોગ માં આવે તેમ હતું કે કેમ તે અંગે ના સળગતા સવાલો ઉભા થઇ રહયા છે.ત્યારે હાલ ની પરિસ્થિતિ ચૂંટણી અધિકારી અને કલેક્ટર મત-ગણતરી ના કામો માં વ્યસ્ત છે ત્યારે આ પ્રકાર નો બનાવ કલેક્ટર કચેરી માં ચૂંટણી શાખા ની પરિશર માં બનતા ચકચાર ફેંકાયો છે.