જળ તંગીને ધ્યાને રાખી દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લાના તંત્રએ પાણીના સનિક અનામત જથ્થામાંથી સિંચાઈ માટે પાણી ન આપવાનો નિર્ણય લીધો છે. નવા બોરવેલ ખોદવા ઉપર તેમજ પાણીના વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જુલાઈ ૩૧ સુધી પાણી ચાલે તે જ‚રી હોવાના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જિલ્લા કલેકટર જે.આર.ડોડીયાનું કહેવું છે. તેમણે કહ્યું છે કે, જુલાઈ ૩૧ સુધી પાણીના અનામત જથ્થાની જરૂર છે. નર્મદામાંથી કેટલું પાણી અપાશે તે ખ્યાલ નથી માટે પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ર્ચિત અમે કરી રહ્યાં છીએ. માત્ર નર્મદાનું પાણી પીવા માટે પુરતુ નથી. અન્ય પણ જરૂરીયાત છે. તંત્રએ ધી ડેમ, સીહાન ડેમ, વર્તુ-૨, સાની ડેમમાંથી પાણીનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. આ ઉપરાંત પાઈપ લાઈથી પાણી ખેંચવું તેમજ ટેન્કરનો ઉપયોગ કરવો પણ ગેરકાનૂની ઠેરવવામાં આવ્યો છે. જૂનાગઢમાં તો ત્રણ દિવસે પાણીનો જથ્થો પુરતો મળતો નથી.