૨૦૩૦ સુધીમાં ઈલેકટ્રીક વાહનોનાં વ્યાપક પણે ઉપયોગના રખાયા લક્ષ્યાંક
દેશમાં ઈકો ફ્રેન્ડલી વાહનોના વપરાશ માટે પ્રોત્સાહન આપવાના સરકારના અભિગમના ભાગરૂપે ઈલેકટ્રોનીક વાહનોની વપરાશને પ્રોત્સાહન આપવા ઈલેકટ્રોનીક વાહનોને રજીસ્ટ્રેશન ચાર્જમાંથી સંપૂર્ણપણે મૂકિત આપવાના સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણંય એવા સમયે લેવામાં આવ્યો છે જયારે દેશમાં ૨૦૩૦ સુધીમાં વ્યાપકપણે ઈલેકટ્રોનિક વાહનોના ચલણનું લક્ષ્ય રાકવામાં આવ્યું છે. સરકારે કેન્દ્રીય વાહન અધિનિયમ ૧૯૮૯ અંતર્ગત માર્ગપરિવહન અને ધોરી માર્ગ અંતર્ગત પ્રસિધ્ધ કરેલા જાહેરનામા અંતર્ગત ઈલેકટ્રોનીક બેટરી સંચાલીત વાહનોને રજીસ્ટ્રેશન ફી પુન: વેચાણ અને નવી નોંધણીની ફીમાંથી સંપૂર્ણ પણે મુકત રાખવામાં આવશે આ કર રાહત દ્વિચક્રી વાહનોથી લઈ તમામ શ્રેણીના વાહનોને મળશે આ પરિપત્રમાં માધ્યમથી કેન્દ્ર સરકાર તમામ અધિનિયમોને આવરીને આ જાહેરનામાના અમલ ૩૦ દિવસમાં કરાવવા માટે કાર્યરત બની છે.
ગયા વર્ષે મંત્રી નિતિન ગડકરીએ બેટરી સંચાલીત વાહનોનાં ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન નિતિનો અણસાર આવ્યો હતો અને ઓટો મોબાઈલ ક્ષેત્રમાં બેટરી સંચાલીત વાહનોના ઉત્પાદનના હિસ્સો ૧૫% સુધી લઈ જવા આહવાન કર્યું હતુ. પ્રદુષણ મુકત વાતાવરણ માટે ભારત પેટ્રોલ ડીઝલના વાહનોનાં વિકલ્પ રૂપે બેટરી સંચાલીત વાહનો પર ભાર મૂકી રહી છે.