ધોરાજી તાલુકાના ૩૫૩.૩૧ લાખના વિકાસ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરતા ચેરમેન ધનસુખ ભંડેરી

૭૧ માં સ્વાતંત્ર દિન ની રાજ્ય કક્ષા ની ઉજવણી રાજકોટ ખાતે થનાર છે તે અંતર્ગત  ધોરાજી ખાતે વિવિધ વિકાસ કામો ના ખાતમુહૂર્ત અને લોકાર્પણ નો કાર્યક્રમ નગરપાલિકા ટાઉનહોલ ખાતે યોજાયો હતો જેમાં ધોરાજી માં વિવિધ માર્ગ નું ડામર તથા સી.સી.રોડ ના કામોનું ખાતમુહૂર્ત તેમજ ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જમનાવડ. પીપળીયા. ફરેણી.મોટી મારડ. વાડોદર સહિતના ગામોમાં સિમેન્ટ માર્ગ તેમજ અન્ય પ્રજાલક્ષી વિકાસ સુવિધાઓ નો વધારો સરકાર દ્વારા પરિપૂર્ણ કરવા માં આવ્યો છે તે   વિકાસ કામો નું લોકાર્પણ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી ના હસ્તે ધોરાજી ખાતે કાર્યક્રમ માં કરવામાં આવ્યું હતું.

જેમાં ધોરાજી શહેરની અંદર વિવિધ જગ્યાઓએ ડામર તથા સી સી   માર્ગોનું કામ  રૂ ૨૭૧ લાખ ના ખર્ચે થનાર છે તે ઉપરાંત પીપળીયા ગામે  રામાપીર સોસાયટીમાં રૂ ૩.૭૫ લાખ ના ખર્ચે થનાર  સી સી રોડ નું ખાતમુહૂર્ત અને તાલુકા ના ચાર ગામો માં રૂ ૭૮.૩૧ લાખ માં થયેલ વિકાસ કર્યો  નો સમાવેશ થયેલ . આમ કુલ ૩૫૩.૬ લાખ ના વિકાસ કામો નું લોકાર્પણ /ખાતમુર્હુત કરાયું.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા શહેર અને દૂરના અંતરિયાળ ગામ સુધી વિકાસના અનેક કાર્યો લોક સુવિધા માટે કરવામાં આવ્યા છે અને હાલમાં પણ અનેક વિવિધ વિકાસ કાર્યો કરવાના આયોજનો થયા છે જેનાથી લોકોની સુખાકારી અને સુવિધાઓમાં ઉતરોતર પ્રગતિ થશે. ધોરાજી નગર પાલિકા ને છેલ્લા ત્રણ વર્ષમાં ૬૮ કરોડ રૂપિયા ની ગ્રાન્ટ વિકાસ કર્યો માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ છે અને હજુ પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વિકાસ કર્યો માટે રાજ્યસરકાર કટિબદ્ધ છે . આ પ્રસંગે ચેરમેન ધનસુખ ભાઈ ભંડેરીએ લોકોની આરોગ્ય સુખાકારી અંગેમાં અમૃતમ યોજના તેમજ પ્રત્યેક મધ્યમ વર્ગના લોકો ને નિશુલ્ક સેવાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય માટે સબ સેન્ટરો ઊભા થઈ રહ્યા છે આમ સંવેદના થી લોક ઉપયોગી કાર્યો કરી વિકાસ કામો ને અગ્રતા આપવામાં આવી છે તેમ જણાવેલ હતું.

આ પ્રસંગે પી જી વી સી એલ ના ઇજનેર દ્વારા  “સૂર્ય ગુજરાત સ્કીમ ની વિગતો આપવામાં આવી હતી અને ધોરાજી વિસ્તાર માં ૫૦૦ પરિવાર લાભાર્થી ઓ ને આ સ્કીમ નો લાભ પ્રાપ્ત થઈ ગયો છે અને આગામી દિવસોમાં ૧૦૦૦ પરિવાર ને સૂર્ય ગુજરાત સ્કીમ હેઠળ આવરી લેવા નો હકારાત્મક અભિગમ છે તેમ જણાવેલ હતું. આ સમયે મહાનુભાવો હસ્તે સૂર્ય ગુજરાતના ત્રણ લાભાર્થીને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા.અને પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત બાળકોને પોલિયોરસી પીવડાવવામાં આવેલ.

ધોરાજી તાલુકાના આ લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે અગ્રણી વી. ડી. પટેલ. નગરપાલિકા પ્રમુખ  એલ. ભાષા  દિલીપ જાગાણી, મૂકતાબેન વઘાસિયા, નગરપાલિકા પ્રાદેશિક કમિશ્નર  શ્રુતિ ચારણ,  ચીફ ઓફિસર આર. સી . દવે સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

  • ટૂંક સમયમાં અહિ વસવાટ કરતા લોકોને પાણીની સુવિધા અપાશે : ધનસુખ ભંડેરી

8 4

ધોરાજીમાં ખાતમૂહૂર્ત તથા લોકાર્પણ માટે ગયેલા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનો પાણી પ્રશ્ર્ને મહિલાઓ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો દરમિયાન આ અંગે ‘અબતક’ સાચી હકિકત જાણવા સવારે ભંડેરીને ફોન કરી વિગત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ેતેઓએજણાવ્યુ હતું કે આ વિસ્તાર શહેરથી દૂર આવેલો છે મહિલાઓએ ઘેરાવ નહિ પરંતુ રજુઆત કરી હતી પાલિકાના સત્તાધીશોને પાણીની સમસ્યા હલ કરવા સુચના આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં અહિ વસવાટ કરતો લોકોને પાણીની સુવિધા મળશે.

  • ધોરાજીમાં પાણી પ્રશ્ર્ને મહિલાઓએ કર્યો મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ ચેરમેનનો ઘેરાવ

VideoCapture 20200120 085315

રાજકોટ જીલ્લાના ધોરાજી આવેલ નાભીરાજ સોસાયટી અને પાટા પાછળનો વિસ્તાર જેમાં ગરીબ લોકો છેલ્લા ઘણાં વર્ષોથી રહે છે પણ પ્રાથમિક સુવિધાઓથી આ લોકો વંચિત રહયાં છે ત્યારે પીવાનાં પાણી માટે જીવના જોખમે પાણી ભરવાં માટે રેલ્વેના પાટા ટપીને જવું પડે છે.

ત્યારે સ્થાનિકો કે નગરપાલિકા સતાધીશનો અનેક વખત રજુઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી જેથી આજરોજ ધોરાજી તાલુકાનાં ૩૫૩.૩૧ લાખનાં વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત કરવા આવેલ મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન એવાં ધનસુખભાઈ ભંડેરી ધોરાજી આવ્યા હતા અને આ કાર્યક્રમ બાદ ધનસુખભાઈ ભંડેરીને પોતાની વ્યથા ઠાલવા માટે નાભી રાજ સોસાયટીની મહીલાઓ પહોંચી પોતાની પાણીની વ્યવસ્થા માટે રજુઆત કરી હતી.

પણ ધનસુખભાઈ ભંડેરી દ્વારા પણ આશ્વાસન આપ્યું  હતુ પણ સ્થાનિક મહીલાઓને યોગ્ય પ્રત્યુતર ન મળતાં નિરાશા મળી હતી અને મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તો મીડિયાકર્મીઓએ ધોરાજીનાં જનતા બાગ જે બિસ્મર હાલતમાં છે એ અને ધોરાજીમાં કરોડો રૂપિયા ખર્ચીને જે ભૂગર્ભ ગટર યોજનાનું કામ ઘણા સમયથી પુર્ણ થયું છે પણ હજુ સુધી ભૂગર્ભ ગટરની ખામીઓ દુર નથી કરાઈ અને ભૂગર્ભ ગટર યોજના કાર્યરત નથી શું કામે નથી કરાઇ ત્યારે ધનસુખભાઈ ભંડેરીએ પોતાનાં પક્ષનાં ગુણગાન ગાયાં પણ જે મૂળ પાયાનાં પ્રશ્નો જે તેનો જવાબ આપવાનું ટાળ્ય હતું અને ગોળ ગોળ જવાબ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.