મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કાલાવડમાં માર્કેટીંગ યાર્ડનું ભૂમિપૂજન અને અદ્યતન ઔદ્યોગિક વસાહત તેમજ પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ

દેશના આપણા જાબાંઝ વાયુસેનાના જવાનોએ આજરોજ વહેલી સવારે પાકિસ્તાનની સરહદમાં ધુસીને પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓના અડ્ડાઓ ઉપર હુમલો કરીને નેસ્તોનાબુદ કરી દીધા છે. આ પરાક્રમ માટે સમગ્ર દેશને સેના ઉપર ગૌરવ છે અને આજે આખો દેશ સેના પાસે અડિખમ ઉભો છે. પાકિસ્તાનને દરેક ક્ષેત્રે પાડી દેવા માટે સમગ્ર દેશ આજે એકસંપ બની ગયેલ છે અને આ બનાવને ધ્યાનમાં રાખી ગુજરાતના દરિયાકાંઠો રેડ હાઇએલર્ટ પર છે તેમ મુખ્યમંત્રીએ આજરોજ કાલાવડ ખાતે એ.પી.એમ.સી. ભૂમિપૂજન સમારોહમાં જણાવ્યું હતું. Hon

કાલાવડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ખેડૂતોને આનંદના સમાચાર આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો માટે વિમા કંપનીએ રૂપિયા ૨૬૦૦ કરોડની પાકવિમા રકમ મંજુર કરેલ છે અને આ પાક વિમા રકમ ખેડૂતોના ખાતામાં માર્ચ મહિનાના અંત સુધીમાં તેમના ખાતામાં જમા થઇ જાય તે માટે રાજય સરકાર સક્રિયતા સાથે પગલાભરી રહી છે.

કાલાવડ સ્થીત ભૂમિપૂજન તથા લોકાર્પણના સમારોહમાં મુખ્યમંત્રીએ પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અમારી સરકાર ખેડૂતોની સરકાર છે. અમારી સરકાર ગામડાની સરકાર છે. અગાઉ ૧૯૯૫-૯૬ સુધીમાં કૃષિ ઉત્પાદન માત્ર ૧૩,૯૪૮ કરોડ રૂપિયાનું હતું જ્યારે આજે તેમાં ૧૨ ગણો વધારો કરીને આ ઉત્પાદન ૧,૬૮,૪૩૨ કરોડ રૂપિયાનું થયેલ છે જેનો મતલબ ખૂબજ સ્પષ્ટ છે સરકારની પ્રોત્સાહક નિતિ ગુજરાતના ખેડૂતોનો પરિશ્રમ આજે ભારતની માર્કેટ સર કરીને બેઠો છે.

કાલાવડ ખાતે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મગફળીના ઉત્પાદનમાં ૩૯.૩૬ લાખ ટન સાથે ગુજરાત નંબર-૧ ઉપર છે. એવી જ રીતે કપાસના ઉત્પાદનમાં ૧૦૧ લાખ ગાસડીઓમાં ગુજરાત નંબર-૧ છે. તેવીજ રીતે દૂધના ઉત્પાદનમાં ૧૩૫ લાખ કરીને પણ ગુજરાત રાજય નંબર-૧ ઉપર છે. આમ રાજય સરકાર ખરા અર્થેમાં ગામડાઓની અને ખેડૂતોને વરેલી છે.

Hon 1

કાલાવડ ખાતેના સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ૮૫૦૦ કરોડની મગફળીની ખરીદી કરી છે અને ચાલુ વર્ષે પણ ૨૨૦૦ કરોડથી વધુ રકમની મગફળી ખરીદી કરી આ સરકાર ખરા અર્થમાં ખેડૂતોના હિતને વરેલી છે તેવું ખેડૂતો પણ હવે મહેસુસ કરી રહ્યાં છે.

મુખ્યમંત્રીએ કાલાવડ ખાતેના સમારોહમાં જણાવ્યું હતું કે, અગાઉની કોંગ્રેસ સરકાર વર્ષો સુધી ખેડૂતોને ગુમરાહ કરતી હતી જેનાથી ખેડૂતો અને ખેતીની દુરદશા થઇ પણ હવે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે આગળ વધી રહી છે અને સર્વોનો સર્વાંગિ વિકાસ થાય તે માટે સંવેદનશીલ બની નક્કરતા સાથે આગળ વધી રહી છે.

સૌરષ્ટ્ર-કચ્છની પ્રજાને દુષ્કાળની બાબત સદાયે ભુત્કળની બની રહે તે માટે સૌની યોજના મકકમતા સાથે આગળ વધી રહી છે અને સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો નર્મદાના નિરથી ભરી દેવામાં આવશે અને ગુજરાતની જળસંગ્રહ શક્તિ વધારવા માટે રાજય સરકારે સુજલામ સુફલામ જળસંચય અભિયાન મહાયગ્ન સ્વરૂપે ઉપાડેલ છે તેમ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

રાજયના મુખયમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ જામનગર જિલ્લાના કાલાવડ ખાતે લોકાર્પણ અને ભૂમિપૂજન વિધિનો ઉદ્ધાટન સમારોહમાં ડિઝીટલ તક્તિથી અનાવરણ કરેલ હતું અને જેમાં મુખ્યમંત્રીએ કાલાવડ ખાતે  નિર્માણાધિન થનાર અધ્યતન માર્કેટીંગ યાર્ડનું ભૂમિ પૂજન, રૂ. ૬૯.૯૧ કરોડના ખર્ચે તૈયાર થનાર અધ્યતન ઔદ્યોગિક વસાહતનું લોકાર્પણ, રૂ. ૧૬૪ લાખના ખર્ચે (પૂર્વ) અને કાલાવડ (પશ્ચિમ)ની નવનિર્મિત પી.જી.વી.સી.એલ.ની પેટા વિભાગીય કચેરીનું થયેલું લોકાર્પણનો સમાવેશ થાય છે.

આ સમારોહમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુ, કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા, સાંસદ પૂનમબેન માડમ પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ,  ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણભાઇ મુછડીયા, પૂર્વ મંત્રી ચિમનભાઇ શાપરિયા, એ.પી.એમ.સી. કાલાવડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા, ગુજરાત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઇ બેરા, જી.આઇ.ડી.સીના મેનેજીંગ ડીરેકટર ડી.થારા, પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડીરેકટર બી.કે.પંડયા, એમ.એમ.ટી.સી.ના ડાયરેકટર રાજેન્દ્રસિંહ, કલેકટર રવિશંકર, જિલ્લા  વિકાસ અધિકારી પ્રશશ્તિ પારિક સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.