બહારી મંગાવવા પડતા ૫ મીલીયન મેટ્રીક ટન જથ્થા ઉપર કાપ મુકવા તૈયારીઓ : ભારતમાં જ ૫ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થશે

યુરીયાની આયાતના કારણે ભારત સરકારને દર વર્ષે લાખો રૂપિયાનું હુંડીયામણ વિદેશમાં ધકેલાઈ જાય તેવી દહેશત રહે છે. ઉપરાંત બજાર ભાવ લેખે ખરીદેલુ યુરીયા સબસીડી આપીને સસ્તાદરે પહોંચાડવું પડે છે. પરિણામે પડ્યા પર પાટુ સમાન સ્થિતિ સરકાર માટે સર્જાઈ છે. અધુરામાં પૂરું આ યુરીયાનો ઉપયોગ કેટલીક જગ્યાએ ખેતી સીવાય તો હોવાનું સામે આવતા સરકાર આ ભારણ ઘટાડવા તરફ પગલા લઈ રહી છે.

દેશમાં દર વર્ષે ૩૦ મીલીયન મેટ્રીક ટન યુરીયાની ખપત રહે છે જેમાંી ૫ મીલીયન મેટ્રીક ટન યુરીયા વિદેશી મંગાવવામાં આવે છે. આ ૫ મીલીયન મેટ્રીક ટન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ ાય છે. જો કે હવે આ ખર્ચ અટકાવવા માટે સરકારે ૫ ફર્ટીલાઈઝર પ્લાન્ટમાં ઉત્પાદન વધારવાની શરૂઆત કરી છે. યુરીયામાં ઝીરો ઈમ્પોર્ટ ડિપેન્ડેન્સી આધારે કામ હવે સરકાર કરશે. ઓરીસ્સા, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને બિહારમાં પાંચ પ્લાન્ટમાં યુરીયાનું ઉત્પાદન વધારવામાં આવશે જેનાી દર વર્ષે બહારી મંગાવવા પડતા ૫ મીલીયન મેટ્રીક ટનનું ભારણ ઘટશે તેવી અપેક્ષા છે.

ગેર વહીવટના કારણે યુરીયાનો ઉપયોગ દૂધ સહિતના ખાદ્ય પર્દાોમાં ભેળસેળમાં વા લાગ્યો છે. લોકોના આરોગ્ય પર ગંભીર અસર કરનાર આ કૌભાંડને અટકાવવા માટે પણ સરકારનું આ પગલુ મહત્વનું બનશે. જેમાં સરકાર ઈચ્છે એટલું જ ઉત્પાદન શે. આ ઉપરાંત યુરીયાની બેગ પર આપવી પડતી મસમોટી સબસીડીનું ભારણ પણ ઘટી જશે. દર વર્ષે લાખો-કરોડો રૂપિયાનું હુડીયામણ બહાર જતું અટકશે. રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઈઝર, કોલ ઈન્ડિયા લીમીટેડ, ગેસ ઓોરીટી ઓફ ઈન્ડિયા લીમીટેડ અને ફર્ટીલાઈઝર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લીમીટેડ સહિતની કંપનીના પ્લાન્ટમાં યુરીયાનું ઉત્પાદન શરૂ થશે.

7537d2f3 9

દૂધ સહિતના પર્દાોમાં યુરીયાની ભેળસેળ અટકાવવા માટે પ્રારંભીક તબક્કે સરકારે નિમ કોટેડ યુરીયાનો પ્રારંભ કરાવ્યો હતો. જો કે, આ પ્રયોગ કારગત નિવડયો ન હોય તેવું જણાય રહ્યું છે. જેના પરિણામે હવે સરકાર ધીમે ધીમે યુરીયાની આયાત બંધ કરીને તેનાી દેશની તિજોરી અને આરોગ્ય પર પડતું ભારણ અટકાવવા માંગે છે. વિવિધ સ્ળે સ્પાયેલા ૫ પ્લાન્ટની મદદી દર વર્ષે ૬૨.૫ લાખ મેટ્રીક ટન જેટલા યુરીયાનું ઉત્પાદન શે. જેની સો ૨૦૨૩ સુધીમાં ૧૦ હજારી વધુ લોકોને રોજગારી મળશે તેવું પણ માનવામાં આવે છે.

  • બજેટમાં ઈલેકટ્રોનિક વસ્તુઓની નિકાસને પ્રોત્સાહન અપાશે!

આગામી બજેટ વિવિધ પાસાઓને અનુકુળ રાખવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે. આયાત નિકાસ ઉપર સૌથી વધુ સરકારનું ખાસ ધ્યાન કેન્દ્રીત રહેશે. બજેટમાં ઈલેકટ્રોનિક વસ્તુઓની નિકાસને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓની જાહેરાત થાય તેવી શકયતા છેે. વર્તમાન સમયે મર્ચન્ડાઈઝ એકસ્પોર્ટ ફોર્મ ઈન્ડિયા સ્કીમ (એમઈઆઈએસ) હેઠળ ઈલેકટ્રોનિક વસ્તુઓની નિકાસમાં ૪ ટકા પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમાં હવે ૨ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. નવા નિર્ણયી ઈલેકટ્રોનિક વસ્તુઓની નિકાસ વધારવાનો પ્રયાસ સરકારનો છે. ગત ડિસેમ્બર મહિનામાં સરકારે નવા બેનીફીટની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે અમલવારી શરૂ થઈ ચૂકી છે. ભારતમાં ઉત્પાદનની સાથે નિકાસ પણ વધે તો વિદેશી મુડી હુંડીયામણી તિજોરી ભરાય જાય. ભારતીય ર્અતંત્રને વર્તમાન સમયે વિદેશી મુડી રોકાણની તાતી જરૂર છે. મુડી રોકાણની સો હુંડીયામણ આવે તો આગામી સમયમાં ભારતીય ર્અતંત્રના વિકાસદર માટે રાખવામાં આવેલા લક્ષ્યોને પુરા કરી શકાય. સરકારે આ માટે નિકાસને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.