નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ૫૦ માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકનું ઉત્પાદન બંધ કરાવવા સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડને તાકિદ કરી : આ માટે ત્રણ માસમાં નિયમો બનાવવા આદેશ કર્યો
ભારત સહિત વિશ્ર્વભરમાં પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે. જેનાથી પ્લાસ્ટિકના પ્રદુષણની સમસ્યા દિવસે દિવસે વિકરાળ બની રહી છે. પ્લાસ્ટિકનો લાંબા સમય સુધી નાશ થતો નતી. આ સમસ્યાનું નિરાકરણ લાવવું સરકાર માટે માથાના દુ:ખાવાપ બની રહ્યું છે. તેમાં પણ ૫૦ માઈક્રોનથી નીચે પ્લાસ્ટીક નદી, નહેર, વોંકળા, ગટર, વગેરેમાં ફસાઈ જતી હોય ભારે સમસ્યા સર્જાય છે. કચરામાં નાખી દેવાથી પ્રાણીઓનાં પેટમાં જવાથી પણ મુશ્કેલીઓ ઉભી થાય છે. જેથી કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં ગાંધીજયંતી પર ૫૦ માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો હતો. જે બાદ, નેશનલ ગ્રીન ટ્રીબ્યુંનલે ગઈકાલે ૫૦ માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવા કેન્દ્રીય પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડને તાકીદ કરી છે.
સરકારના કાર્યક્રમો અને નિયમનો હોવા છતાં, બજારમાં પ્લાસ્ટિકની થેલીનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેી હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ આ મુદ્દે કડક વલણ દર્શાવ્યું છે. એનજીટીએ સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ (સીપીસીબી) ને નિર્દેશ આપ્યો છે કે પ્લાસ્ટિકની થેલીઓ ૫૦ માઇક્રોનથી પાતળી ન બનાવવી કે વેચવી નહીં. આ સાથે એનજીટીએ કહ્યું છે કે એક ખાસ પર્યાવરણ ટુકડી બનાવવામાં આવે જેથી ઐતિહાસિક, ધાર્મિક અને જાહેર સ્થળોએ પ્લાસ્ટિકનો કચરો ફેલાવનારા પર પ્રતિબંધ લગાવી શકાય. ઉલ્લેખનીય છે કે ગાંધી જયંતિ પર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોદી સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. જોકે સરકારે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લાધ્યો ન હતો, પરંતુ એનજીટીના આ નિર્દેશ ૫૦ માઈક્રોની નીચેના પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ સૂચવે છે.તેમાં કહેવામાં આવ્યું છે કે સીપીસીબીએ ખાતરી કરવી જોઈએ કે દેશમાં ૫૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ થતો નથી.
કેન્દ્ર સરકારે સંકેત આપ્યો હતો કે સિંગલ-ઉપયોગ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે ટૂંક સમયમાં કાયદો રજૂ કરવામાં આવશે. રાજધાની દિલ્હીમાં પહેલેથી જ ૫૦ માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ છે. જો કે, આ પ્લાસ્ટિક બેગ હજી પણ બજારમાં જોવા મળી રહી છે. પાટનગરમાં આવી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવા બદલ પાંચ હજાર રૂપિયા દંડ અને જેલની પણ જોગવાઈ છે. વડા પ્રધાન મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પણ એક અભિયાન શરૂ કર્યું છે. લાલ કિલ્લાની બાજુથી તેમણે લોકોને અપીલ કરી હતી કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો. ૨૦૨૨ સુધીમાં દેશને સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો લક્ષ્યાંક સરકારે રાખ્યો છે, જોકે આ માર્ગમાં અનેક પડકારો છે. ઉદ્યોગમાં પણ સરકારનો વિરોધ થઈ શકે છે. બીજું, સિંગલ-ઉપયોગ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવશે તે પણ એક જટિલ પ્રશ્ન છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ૫૦ માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકનું ઉત્પાદન સંપૂર્ણ બંધ થાય તે માટે કેન્દ્રીય પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડને નોંધાયા વગરના પ્લાસ્ટિક અને રીસાયકલ એકમોને બંધ કરવા ઉપરાંત રહેણાંક વિસ્તાર કે યોગ્ય જગ્યાએ ચાલતા આવા એકમોને પણ બંધ કરવા તાકીદ કરી છે. ટ્રીબ્યુનલના ચેરપર્સન જસ્ટીસ આર્દશ કુમાર ગોયલે આ મુદે ત્રણ માસમાં નિયમો બનાવવા કેન્દ્રીય સત્તાધીશોને આદેશ કર્યો છે. કેન્દ્રીય પર્યાવરણ અને વન વિભાગના નિયમો બનાવીને તેનો ટ્રીબ્યુનલને રીપોર્ટ કરે તેવી પણ આ હુકમમાં તાકીદ કરવામાં આવી છે.