રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસો. દ્વારા રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં બાળકોએ જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લીધો: કાલે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાશે સ્પર્ધાનું સમાપન
38 મી સબ જુનિયર નેશનલ એકવેટિક ચેમ્પિયનશીપ -2022નુ રાજકોટ ખાતે રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વિમીંગ એસોસીએશન અને ગુજરાત સ્ટેટ એકવેટિક એસોસિએશનના સંયુકત ઉપક્રમે ભવ્ય આયોજન કરાયું છે તેમ ઉમેશ રાજ્યગુરુ (પૂર્વ મંત્રી, રમત ગમત ગુજરાત) પ્રમુખ, રાજકોટ ડીસ્ટ્રીક સ્વીમીંગ એસોસિએશને જણાવ્યું હતું. આ ચેમ્પિયનશિપના આયોજનમાં ઓર્ગેનાઇઝીંગ કમીટીનાં ચેરમેન તરીકે શાપર વેરાવળ ઇન્ડ. એશોસિએશનના ચેરમેન રમેશભાઈ ટીલારા અને કો- ચેરમેન તરીકે ફાલ્કન ગ્રુપના ડાયરેક્ટર કમલનયનભાઈ સોજીત્રાનીવરણી કરવામાં આવી છે. ગત તા.24 ના સાંજે 4:30 વાગ્યાના રોજ મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યનાં પૂર્વ નાણા મંત્રી વજુભાઇ વાળાએ ઉપસ્થિત રહી આ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.
રાજકોટ મહા નગર પાલિકા દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે તા. 24 થી 26 દરમિયાન યોજાયેલ આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં અલગ અલગ રાજ્ય માંથી અંદાજીત 400 જેટલા ભાઈઓ અને બહેનો રાજકોટનાં આંગણે પોતાનું કૌવત દેખાડવા પધારેલ છે. આ સ્પર્ધાનું સમાપન કરવા માટે તા.26 ના સાંજે 6:30 વાગ્યાના રોજ મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યનાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેનાર છે.
દેશના વિવિધ રાજયો માંથી આવતા સ્પર્ધકોને ગુજરાતની કલા અને સંસ્કૃતિનો પરિચય કરાવવા દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.
સ્પર્ધાની જુદી જુદી ઇવેન્ટસ જેમાં ફ્રી સ્ટાઈલ, બેક સ્ટ્રોક, બટરફ્લાય બ્રેસ્ટ સ્ટોક, ડાયવીંગ જેવી સ્પર્ધા માણવાની તક રાજકોટના રમત પ્રિય લોકોને માણવા મળી રહી છે. આ ચેમ્પિયનશીપમાં રોજે રોજના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રાજકોટ અગ્રણી ઉદ્યોગ પતિ ગ્રુપના ડાયરેક્ટર ડી.વી.મહેતા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. એશોસિએશનના ઉપ પ્રમુખ પ્રકાશ કલોલા અને ખજાનચી દિનેશ હપાણી નીરજભાઈ દોશી , જયશ્રીબેન, ભગવતીબેન જોષી શીતલબેન હપાણી, સાગર કક્કડ, મયુરસિંહ જાડેજા, યશ વાકાણી દિવ્યેશ ખૂટ, વિજય ખૂટ, ભરત ક્યાંળા, અમિત સાકરિયા, અમિત સોરઠીયા નિલેશભાઈ રાજ્યગુરુ, નિમિષ ભારદ્વાજ, ડો.વિજય મહેતા હિરેનભાઈ ગોસ્વામી, સંજયભાઈ વધારે ચિ સંધવી હિરવા ભારદ્વાજ, પાયલ કાચા, મૈત્રી જોષી, વિશવા પરમાર, પુર રાજ્યગુરુ, અશોકભાઈ અઢિયા, પ્રતાપ પરમાર, પ્રતાપ અઢિયા, દર્શન જોષી, મૌલિક કોટીચા, નીબેન જોબનપુત્રા જય ગોસ્વામી, અશોકભાઈ મઢવી, દુષ્યંતભાઈ જોશી, સલીમ મકરાણી, શ્લભભાઈ વ્યાસ, કાજલબેન ટાંકે સ્વીમીંગ ચેમ્પિયનશિપમાં તરણ, રાજકીય અગ્રણી, સામાજિક અગ્રણી જેવા ઘણા બધા મહેમાનો આ ખેલાડીને ઉત્સાહિત કરવા આવેલા છે.