>રાજ્યભરના મહાનગરોમાં વર્ષોથી પેન્ડિંગ પડેલી ટીપી સ્કીમો તૂર્ત ફાઇનલ થશે
>રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં સીનીયર ટાઉન પ્લાનરની નિમણુંક થશે
>ગુજરાતભરની લટકતી ૪૨૫ ટીપી સ્કીમો ટૂંક સમયમાં ક્લીયર થશે
>કોઇપણ જાતના વિવાદોને સમય મર્યાદામાં પૂર્ણ કરાશે
રાજકોટ સહીત રાજયભરમાં શહેરનાં વિકાસનાં ટીપી સ્કીમો ફાઇનલ થવામાં થતો વિલંબ અવરોધરુપ બની રહ્યો હોય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય લઇ ટીપી સ્કીમો ફાઇનલ કરવાની કામગીરી ઝડપી બનાવી ઝુંબેશરુપી કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
રાજય સરકાર દ્વારા શહેરી વિકાસ માટે ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મંગળવારે મહત્વપૂર્ણ બેઠક યોજી શહેરી વિકાસ વિભાગ અને અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીને રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકા વિસ્તારની ૪૨૫ જેટલી પેન્ડીંગ ટાઉન પ્લાનીંગ સ્કીમોનો ફટાફટ નિર્ણય લેવા તાકીદ કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અર્બન ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ અને મહાનગરપાલિકાના સત્તાધીશોને ટીપી સ્કીમોની ફટાફટ અમલ થાય તે માટે વાંધો સુચનોને સમય મર્યાદામાં ટાઉન પ્લાનીંગ એક જ મુજબ નિકાલ કરવા સુચના આપી ઝુંબેશ રુપે કામગીરી કરવા પર ભાર મુકયો હતો.
ઉલ્લેખનીય પદે કે શહેરોનાં વિકાસને ઝડપી બનાવવા મુખ્યમંત્રી દ્વારા રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા મહાનગરપાલિકામાં સીનીયર ટાઉન પ્લાનરની નિમણુંક કરવામાં આવશે તેવું જાહેર કરી રાજયમાં હાલ ખાલી પડેલી ૭૦ જુનીયર ટાઉન પ્લાનરની જગ્યા જુનીયર ટાઉન પ્લાનરની જગ્યા ટુંક સમયમાં જ ભરી લેવા પણ સબંધીત વિભાગોને સુચનો આપી હતી.
નોંધનીય છે કે રાજય સરકાર લેવલે કુલ ૪૨૫ જેટલી ટાઉન પ્લાનીંગ સ્કીમો આખરી મંજુરી અર્થ પડી છે. જેમાં રાજકોટ શહેરની ૧૬ ટીપી સ્કીમ પેન્ડીંગ પડી હોવાનું જાણવા મળ્યું છે હાલ રાજકોટ શહેરમાં કુલ મળી ર૪ ટીપી સ્કીમ ફાઇનલ થયે શહેરમાં રોડ-રસ્તા ટીપી બાગ બગીચા અને અન્ય જાહેર સુખાકારીની સુવિધાઓ વિકસી શકશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com