રાજયમાં 1000 દિવસના ગાળામાં 24.50 લાખ લાભાર્થીઓ પોષણ કીટ અપાશે

“સુપોષિત માતા અને સ્વસ્થ બાળક” નેમ ત્યારે જ સંભવ બને જયારે સગર્ભાને યોગ્ય પોષણ મળે, તેની સાર સંભાળ લેવામાં આવે અને જરૂરી આરોગ્યપ્રદ માર્ગદર્શન મળે. આ  સાથે પ્રસુતિ બાદ માતા અને  બાળકના પોષણ અને  આરોગ્યની પણ એટલી જ ખેવના રાખવી જરૂરી બની રહે  છે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. “સુપોષિત માતા સ્વસ્થ બાળક” વિભાવના ચરિતાર્થ કરવા એક કદમ આગળ વધી 1000 દિવસ માટે સગર્ભા અને ધાત્રી માટે આ અભિયાન જારી કરવામાં આવ્યું છે.

આ અભિયાન હેઠળ બાળક અને માતાના પોષણમાં ટકાઉ અને લાંબાગાળાના વિકાસ માટે મનુષ્યના જીવનના 1000 દિવસ સુધીનું અન્ન વિતરણ કરવામાં આવશે, જેમાં બાળક ગર્ભમાં હોય તે સમયગાળો 270 દિવસ અને જન્મથી ર વર્ષ 730 દિવસ આમ આ 1000 દિવસ ઉપર ધ્યાન કેંદ્રીત કરી તે સમયગાળાની સાર સંભાળ થઇ શકે તે માટે પૂરતું અનાજ સગર્ભાઓ માટે રાજયસરકાર તરફથી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.