એસસી/એસટીના પ્રમોશનમાં આરક્ષણ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે જ્યાં સુધી બંધારણીય બેન્ચ તેના પર આખરી ફેંસલો ન આપે, ત્યાં સુધી સરકાર તેમાં આરક્ષણ લાગુ કરી શકે છે. સરકાર તરફથી એડિશનલ સોલિસીટર જનરલ મનિન્દર સિંહે કોર્ટને કહ્યું કે કર્મચારીઓને પ્રમોશન આપવું સરકારની જવાબદારી છે. તેના પર કોર્ટે કહ્યું કે સરકાર કાયદા હેઠળ એસસી/એસટી કર્મચારીઓને પ્રમોશનમાં આરક્ષણ આપી શકે છે. પ્રમોશનમાં આરક્ષણને લઇને વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશના કારણે ઘણા વિભાગોમાં સરકારી કર્મચારીઓના પ્રમોશનના મામલા લટકેલા છે
Supreme Court allows the Union Government to provide reservation in promotion for SC/ST employee as per law, till the issue is disposed off by the constitution bench pic.twitter.com/SJn0oz5c9L
— ANI (@ANI) June 5, 2018