હેઠળ રોકાણ કરવા ઇચ્છુંકો પાસેથી સરકારે અરજીઓ મંગાવી, રોકાણકારો 29 માર્ચ સુધી અરજી કરી શકશે
અબતક, નવી દિલ્હી : દેશમાં ઉત્પાદન આધારિત સહાય હેઠળ સ્પેશિયલ સ્ટીલમાં રોકાણ કરવા સરકારે રોકાણકારોને આહવાન કરીને અરજીઓ મંગાવી છે. આ માટે રોકાણ કરવા ઇચ્છુંકો 29 માર્ચ સુધી અરજી કરી શકે છે.
સરકારે બુધવારે જણાવ્યું હતું કે તેણે સ્પેશિયલ સ્ટીલ (વેલ્યુ એડેડ સ્ટીલ) માટે પીઆઈએલ સ્કીમ હેઠળ રોકાણ કરવા ઇચ્છુક રોકાણકારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવાનું શરૂ કર્યું છે. સ્ટીલ મંત્રાલયે ટ્વિટર પર લખ્યું છે કે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 29 માર્ચ, 2022 છે.
કેન્દ્રીય કેબિનેટે દેશમાં વિશિષ્ટ સ્ટીલના ઉત્પાદનને વેગ આપવા માટે રૂ. 6,332 કરોડની પીએલઆઈ યોજનાને મંજૂરી આપી છે. આનાથી આશરે રૂ. 40,000 કરોડનું વધારાનું રોકાણ અને 5.25 લાખ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. સરકારે 22 ઓક્ટોબરે આ યોજનાને જાહેર કરી હતી.
“સ્ટીલ મંત્રાલય વેલ્યુ એડેડ સ્ટીલ માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહક યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરે છે. 29 ડિસેમ્બર, 2021થી અરજી કરી શકાશે. છેલ્લી તારીખ 29 માર્ચ, 2022 છે. આ પ્રકારના સ્ટીલનો ઉપયોગ વાહનો, વિદ્યુત, સંરક્ષણ અને પાઇપ જેવા ક્ષેત્રોમાં થાય છે. હાલમાં તે દેશમાં આયાત કરવામાં આવે છે.
હાલ સ્પેશિયલ સ્ટીલની આયાતથી હૂંડિયામણ બહાર જઈ રહ્યું છે આનો ભાર ઘટાડવા માટે સરકાર ઘરઆંગણે જ સ્પેશિયલ સ્ટીલનું ઉત્પાદન થાય તે માટે સતત પ્રયાસ કરી રહી છે.