લક્ષ્યાંક કરતા ઓછુ ઉત્પાદન થતા ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઘઉંની ધોમ ખરીદી કરવાની હોવાનો દાવો
ભારત કૃષિ પ્રધાન દેશ છે. લગભગ ૫૩ ટકા લોકો કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા છે. વર્ષ ૧૯૬૪-૬૫માં થયેલી હરિયાણી ક્રાંતીમાં ભારતે કૃષિક્ષેત્રે આદ્વિતીય અને અમુલ્ય વૃધ્ધિ હાંસલ કરી છે. નવા નવા ઉપકરણો બિયારણો અને ટેકનોલોજીથી સજજ સાધનોના વિકાસથી ખેત ઉત્પાદન વધ્યું છે.
હાલ અનાજનો જથ્થો બહોળા પ્રમાણમાં હોવાથી માટાભાગનો જથ્થો બિન ઉપયોગ ને કારણે સડી રહ્યો છે. તેમ છતા સરકારે ૨.૯૨ કરોડ ટન ઘઉ ઘરીધા છે. જેનું મુખ્ય કારણ આ વર્ષે ઘઉંનું ઉત્પાદન લક્ષ્યાંક કરતા ઓછુ રહ્યું હોવાનું છે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના એક અધિકારીએ જણાવ્યું કે, ઉતર પ્રદેશ, મધ્યપ્રદે અને રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં ઘઉંની ખરીદી થઈ છે. સરકારે આ વર્ષે ૩.૩ કરોડ ટન ઘઉં ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક સેવ્યો હતો પરંતુ તેની સામે ૩ કરોડ ટન જ ઉત્પાદન થયું હતુ આમ, ધારેલા લક્ષ્યાંકને પાર પાડવા સરકારે વધુ ઘઉંનો જથ્થો ખરીધો હતો. ભલે ને પછી અગાઉ થયેલા ઉત્પાદનનો જથ્થો સડતો હોય.
ઉતર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતુ કે, ખેડુતો પાસેથી ૮ મીલીયન ટન ૮૦ લાખ ટન ઘઉં ખરીધાશે અત્યાર સુધીમાં હોલ ૨.૪ મીલીયન ટન ઘઉંની ખરીધી થઈ ચૂકી છે. આ ઉપરાંત, ઘઉંના ઉત્પાદનમાં મોખરે આવેલા રાજય પંજાબમાં ૨૫ મે સુધીનું ઉત્પાદન ૧૧.૫૬ મીલીયન ટન રહ્યું છે. જે ૧૧.૫મી ટનના લક્ષ્યાંક કરતા વધારે છે.