મુંદ્રા બારોઈ વિસ્તારમાં આવતા તમામ તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રાંત કચેરી, મામલતદાર, R.N.B., સિટી સર્વે, તેમજ મુંદ્રા બારોઈ નગર પાલિકા સૌ સાથે મળી સંયુક્ત ટીમો બનાવી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારી જમીનો પર થયેલા દબાણો, સાથે સાથે NA ની મંજુરી લીધા વગર બનાવી દેવાયેલા પ્લોટો સહિત અનેક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવ ઝુંબેશ જ્યા સુધી મુંદ્રા બારોઈ વિસ્તારમાં ચાલવાની છે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સાથે મામલતદાર કલ્પના, નાયબ મામલતદાર ગોર, ડી.એલ.આર.,ના પટેલ, તેમજ મુન્દ્રા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ચૌહાણ સ્ટાફ સાથે રહીને દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી.
નવીનગીરી ગોસ્વામી