૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને રાજકોટના માધાપર ખાતે રૂા.૩૪૦.૦૭ લાખના ખર્ચે થનારા ૩૮ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રૂા.૨૫૦.૧૩ લાખના કામોનું લોકાર્પણ અને રૂા.૮૯.૯૪ લાખના કામોનું ખાતમુહૂર્ત કરાયું. હતું. વિવિધ યોજનાના ૮૪૭ લાભાર્થીઓને રૂા.૩૦.૨૧ લાખોના લાભોનું વિતરણ મંત્રી દ્વારા થયું હતું.
આ તકે મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું. કે સ્વાતંત્રય પર્વની ગુજરાત સરકાર જુદા-જુદા જિલ્લા પસંદ કરે છે. આ પર્વ આ વખતે રાજકોટ જિલ્લામાં આ પર્વ ઉજવાઇ રહ્યો છે, ત્યારે ઉજવણીઅર્થે સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગ હેઠળની યોજનાઓના રાજકોટ જિલ્લાના ૮૩૧ લાભાર્થીઓને લાભ રૂા.૩.૨૧ કરોડ અપાયા છે તેનો પણ અમને આનંદ છે. આ પર્વએ આપણા શહિદો, બંધારણના ઘડવૈયા સૌને સ્મરણ કરવા જોઇએ. આપણે આપણા બંધારણના રક્ષણ માટે જાગૃત રહેવું જોઇએ. છેવાડાના વ્યકિત સુધી સરકારના લાભો પહોંચે તેવા પ્રચત્ન કરવા જોઇએ.
બિન અનામત આયોગના ચેરમેન બાબુભાઇ ધોડાસરાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પ્રજા કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમા છે આ યોજનાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. સાસંદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું. કે, સરકાર, દ્વારા કેવાડાના માનવીને વિવિધ સુવિધા પ્રાપ્ત થાય તે માટે અનેક વિકાસ કામો થઇ રહ્યા છે.ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાએ જણાવ્યું હતું. કે, રાજ્ય સરકાર દ્વારા કુંવરબાઇનું મામેરું, વિદેશ અભ્યાસ માટે લોન, સાત ફેરા લગ્ન યોજના, સ્વરાજલક્ષી યોજનાઓ ચાલી રહી છે. આ ઉપરાંત પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ વિકાસકામો થકી પ્રજાને અનેક સુવિધા પ્રાપ્ત થશે.
જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. તેમજ પીપળીયા ગામે વિચરતી જાતીના લોકો માટે પ્લોટ ફાળવણી માટે મંજૂરી થઇ ગયા હોવાનું જાણાવ્યું હતું.
રાજકોટ તાલુકાના માધાપર, બેડી, મુંજકા, લાપાસરી, વિજયનગર ગામોના લોકોની આવક-જાવક સરળ બનાવવા સી.સી.રોડ તથા અણીયારા, પરા-પીપળીયા, રાજસમઢીયાળા, લાપાસરી અને વિજયનગર ગામોએ પેવીંગ બ્લોક, જારીયા,લોધિડા, સોખડા ગામે લોકોની આરોગ્ય સુવિધા માટે પ્રાથમિક આરોગ્ય, કોઠારીયા ગામે ખેડૂતોની સિંચાઇ માટે ચેકડેમ ઉપરાંત કમ્પાઉન્ડ વોલ, સુલભ શૌચાલય, સ્મશાન ગેટ, સ્નાનાગાર,વોશીંગ ધાટ વગેરે જેવા કુલ ૨૩ કામોનું મંત્રીએ લોકાર્પણ કર્યુ હતું.
કાળીપાટ, ગવરીદડ, ઠેબચડા, નાકરાવાડી, માલીયાસણ, રતનપર, રાજગઢ, લાપાસરી, ગામે સી.સી.રોડઅને પેવીંગ બ્લોક તથા હડમતીયા (બેડી) ગામે સી.સી.પેવીંગ બ્લોક, સ્માશન રોડ અને સર્પણ રૂમના કામો કુલ રૂા. ૮૯.૯૪ લાખના ખર્ચે બનાવવા જઇ રહેલ છે તેનુ ખાતમુહૂર્ત મંત્રીએ કર્યુ હતું.