ખાનગી બેંકો રિઝર્વ બેંકના દિશા નિર્દેશ મુજબ માસિક હપ્તા ભરનારાઓને ત્રણ માસની મુદત વધારી હોવાનું કહે છે
કોરોના વાયરસના સંક્રમણથી દેશની ૧૩૦ કરોડની જનતાને બચાવવા માટે જનતા કફર્યુથી લોકડાઉન સુધીની સોશ્યલ ડિસ્ટેન્સીંગની ગતિવિધીઓ દરમિયાન અટકી પડેલા ધંધા રોજગારથી ઉભી થયેલી નાણાકીય ખેંચમાં લોન લેનારાઓને જાહેર ક્ષેત્રની બેંકોએ હપ્તાની મુદતમાં વધારો કરી રાહત આપી છે. જાહેર ક્ષેત્રની બેંકો એ આરબીઆઇના દિશા નિર્દેશ મુજબ માસિક હપ્તા ભરનારાઓને ત્રણેક મહિનાની મુદત વધારી આપી હોવાનું જણાવ્યું છે.
ગયા શુક્રવારે આરબીઆઇએ તમામ પ્રકારની લોન જેમાં છુટક, ગ્રુપ લોન, કાર્યવાહી ભંડોળનુઁ ચુકવણું જેવી તમામ વ્યવહારોની મુદતમાં ત્રણ મહિનાનો વધારો જાહેર કર્યો હતો. બેંકોને હાથ પરની મૂડી અને અને વકીંગ કેપિટલમાં ચુકવણી ની ખાંચને સરભર કરવા આ નિર્ણય કર્યો છે. અહિં કેટલીક જાહેર ક્ષેત્રોની બેંકોએ પોતાના લોન વ્યવહારમાં કરેલા ફેરફારની માહીતી આપી છે જેમાં જાહેર ક્ષેત્રની બેંકોએ આરબીઆઇના દિશા નિર્દેશ મુજબ હપ્તા ભરવામાં રાહતો આપી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા
દેશની સૌથી મોટી બેંક દ્વારા આરબીઆઇ એ કોવિડ-૧૯ ની સ્થિતિને લઇને માસિક હપ્તા ભરવાની મુદતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે. બેંકે લીધેલા પગલાઓમાં હપ્તા અને તેના વ્યાજની ગણતરીમાં ૧ માર્ચ ૨૦૨૦થી ૩૧મી મે ૨૦૨૦ ના વિન્ડો પિરિયડ અને લોન ભરવાની મુદતમાં ૩ મહિનાનો વધારો કર્યો છે. વકિંગ કેપિટલ મુડીના વ્યાજની ગણતરીમાં પણ જુન ૩૦ ૨૦૨૦ ની તારીખ નકકી કરવામાં આવી છે.
પંજાબ નેશનલ બેંક (પીએનબી)
કોરોના સંક્રમણના પગલે પીએનબીએ તમામ હપ્તાઓને માર્ચ ૧ ૨૦૨૦ થી મે ૩૧ ૨૦૨૦ સુધી ની મુદત લંબાવી દીધી છે. એક ટવીટમાં બેંકે ગ્રાહકો માટે રાહતની યોજના મૂકી છે જેમાં તમામ હપ્તાની ચુકવણી અને વ્યાજમાં માર્ચ ૧ થી મે ૩૧ સુધી રાહત આપવામાં આવશે.
બેંક ઓફ બરોડા
બેંક દ્વારા તમામ લોન કોર્પોરેટર લધુ અને મઘ્યમ ઉદ્યોગ ખેતી, રિટેલ, હાઉસીંગ, કોપો સહિત ની તમામ લોનના હપ્તામાં ૩ મહિનાની રાહત આપી છે.
યુનિયન બેંક ઓફ ઇન્ડીયા
ટવીટમાં બેંકે જણાવ્યું છે કે અમે કોવિંદ-૧૯ ના લોકડાઉનને લઇને ગ્રાહકોને લોનના હપ્તા અને વ્યાજ ભરવા માંથી ૧ માર્ચ થી ૩૧ મે ના ત્રણ મહિના માટે મુકિત આપીએ છીએ.
આઇડીબીઆઇ બેંક
અન્ય બેંકોની જેમ આરડીબીઆઇ એ પણ માસિક હપ્તા ભરવાની મુદત લંબાવી દીધી છે. બેંકે પોતાના હપ્તા ભરવા માટે ત્રણ મહિનાની મુદત વધારી દીધી છે. તેમ છતાં બેંકે એવી જાહેરાત કરી છે કે આ રાહતની કોઇ અસર નાણાંકીય વ્યવહારમાં નહિ થાય હપ્તા પણ સળંગ જ ગણવામાં આવશે.
કેનેરા બેંક
કોવિંદ-૧૯ સંક્રમણના પગલે આરબીઆઇ ના દિશા નિર્દેશ મુજબ કેનેરા બેંકે પણ ૧ માર્ચ થી ૩૧ મે સુધી હપ્તાની મુદત લંબાવી હોવાનું એસએમએસ અને ટવીટ માફરત જાણ કરી છે.