છેલ્લા દોઢ વર્ષમાં સરકારી બેન્કોએ 10,809 એટીએમ બંધ કર્યા છે ટેકનોલોજીના યુગમાં ડિઝીટલ ટ્રાન્જેક્શનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ હવે ધીમે ધીમે બજારમાં રોકડ વ્યવહાર વધી રહ્યો છે. ચોંકવનારી વાત તો એ છે કે દેશમાં જેમ જેમ એટીએમનો ઉપયોગ કરનારા વધી રહ્યા છે તેમ તેમ સરકારી બેન્કો એટીએમની સંખ્યામાં ઘટાડો કરી રહી છે. સાથે જ ખાનગી બેન્કોના એટીએમ બિલાડીની ટોપની જેમ ફુટી રહ્યા છે.
છેલ્લા દોઢ વર્ષમાં સરકારી બેન્કોએ 10,809 એટીએમ બંધ કર્યા છે. તો તેની સામે ખાનગી બેન્કોએ 3,975 નવા એટીએમ બનાવ્યા છે. ટેકનોલોજી અપગ્રેડેશન અને કેશ અંગેના RBIના નિયમો કારણે એટીએમનો ખર્ચ વધી રહ્યો છે. જેના કારણે સરકારી બેન્કોએ એટીએમ બંધ કરવા માટે મજબૂર થવું પડ્યું છે.