દેશમાં તમામને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર વિવિધ એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેકટ ચલાવી રહી છે. લોકોને એક કરોડ મકાનો આપવાનું સરકારનું લક્ષ્ય છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા સરકાર બિલ્ડરોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એકસ્ટ્રા ફલોર એરીયાની મંજૂરી આપે તેવી શકયતા છે.
આ ઉપરાંત બિલ્ડરોને પરત ખરીદીની સુવિધા આપવાની પણ દરખાસ્ત સરકારે મૂકી છે.સરકાર બિલ્ડરોને એફોર્ડબલ હાઉસીંગના નિમાણ માટે જમીન ફાળવશે ત્યારબાદ તે પ્રોજેકટ ખરીદી લોકોને ફાળવશે સરકાર આ યોજનામાં પીપીપીના ધોરણે આગળ વધે તેવી શકયતા છે.
ખાનગી જમીનો ઉપર પણ એફોર્ડેબલ હાઉસીંગ બાંધવાની દરખાસ્ત અંગે સરકાર વિચાર કરી રહી છે. સરકાર એફોર્ડેબલ હાઉસીંગ માટે બિલ્ડરો પાસેથી ઉઘરાવાતા વિવિધ ચાર્જ હળવા કરશે ઉપરાંત સ્ટેમ્પ ડયુટીમાં પણ રાહત આપે તેવી સંભાવના છે. એફોર્ડેબલ હાઉસીંગ માટે ખાનગી ડેવલપરોને સિંગલ વિન્ડો કલીયરન્સ અપાશે
આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસીંગ ક્ષેત્ર માટે કામ કરનાર ખાનગી ડેવલપરને આવકવેરા કાયદાની કલમ ૮૦ આઈબીએ હેઠળ રાહત અપાય તેવી પણ દરખાસ્ત મૂકાઈ છે.