મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયની રજુઆતને સફળતા મળી
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ૮૩ શાળાઓ, ૯૩૩ શિક્ષકોનું મહેકમ ધરાવતી તેમજ ૩૧,૦૦૦ વિર્દ્યાથીઓનું સંખ્યાબળ ધરાવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહિવટી અધિકારી તરીકે શાસનાધિકારી વર્ગ-૨ની જગ્યા ઘણા સમયી ખાલી પડેલ હોઈ, આ જગ્યા પર સરકાર ના શિક્ષણ વિભાગ તરફી વર્ગ-૨ના અધિકારીને, પ્રતિનિયુક્તિના ધોરણે, શાસનાધિકારીની ખાલી જગ્યાનો ચાર્જ સુપ્રત કરવામાં આવે છે. સરકાર નિયુક્ત અધિકારી પાસે જીલ્લા શિક્ષણાધિકારી કે અન્ય જવાબદારી ભરી જગ્યાનો પણ ચાર્જ રહેતો હોઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંચાલન તેમજ શૈક્ષણિક કાર્યને વિપરીત અસર પહોંચતી હતી. વિકલ્પે, રાજકોટ મહાનગરપાલિકાના વહિવટી કેડરના અધિકારીને શાસનાધિકારી તરીકેનો વધારાનો ચાર્જ આપી, કામચલાઉ વ્યવસ કરવામાં આવતી હતી.
શાસનાધિકારીની આ ખાલી જગ્યા પર છેલ્લા ઘણા સમયી શિક્ષણ વિભાગ દ્વારા વર્ગ-૨ ના અધિકારીની કાયમી ધોરણે ફાળવણી કરવામાં આવતી નહોતી. જેની અસર આ સમિતિની રોજબરોજની કામગીરી ઉપર થતી હોઈ, નગર પ્રામિક શિક્ષણ સમિતિના શૈક્ષણિક તેમજ વહીવટી કાર્યને વેગ મળે તે હેતુી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ.બો.ઠ.નં.૨૧, તા.૧૪/૦૬/૨૦૧૩થી ૧૦૦ ટકા ખર્ચે શાસનાધિકારીની જગ્યા ઉપસ્તિ કરવામાં આવેલી હતી.
નાયબ સચિવ શિક્ષણ વિભાગના પરિપત્ર ક્રમાંક:નશમ-૧૨૮૬-એમ-૫-૨૩૩, તા.૦૫/૦૬/૧૯૯૩ની જોગવાઈ અન્વયે નગર પ્રામિક શિક્ષણ સમિતિમાં શાસનાધિકારીની જગ્યા ઉપસ્તિ કરેલ હોઈ તેમજ તેના પર નિમણુંક કરવા પ્રામિક શિક્ષણ નિયામક , ગુજરાત રાજય, ગાંધીનગરની મંજૂરી મેળવવી જ‚રી હોઈ, મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગ્રસચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરને મંજૂરી મેળવવાની કાર્યવાહી માટે અવારનવાર વિનંતી પત્રો લખવામાં આવેલ હતા. છેલ્લે અત્રેી મ્યુનિસિપલ કમિશનર દ્વારા તા.૦૪/૧૦/૨૦૧૪ના રોજ પત્ર લખવામાં આવ્યા હતા.
જેના અનુસંધાને મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ મુખ્યમંત્રી, સંબંધક મંત્રી તા અધિકારીને પત્રો લખ્યા હતા. તેમજ રાજકોટ મહાનગરપાલિકાને લગત જુદા-જુદા પ્રશ્નો અંગે ગાંધીનગર રૂબરૂ જતા તે વખતે શાસનાધિકારીની જગ્યા ભરવાની મંજુરી આપવા શિક્ષણ વિભાગના માન. મંત્રી તેમજ અગ્ર સચિવ શિક્ષણ વિભાગની રૂબરૂ મુલાકાત અંતર્ગતની રજુઆત અન્વયે છેલ્લે માન.મેયર એ તા.૨૨/૧૨/૨૦૧૬થી પત્ર લખેલ. જે પરત્વે રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગના તા.૦૬/૦૨/૨૦૧૭ના નોટીફિકેશન અન્વયે, નગર પ્રામિક શિક્ષણ સમિતિની, શાસનાધિકારીની રૂ.૯૩૦૦-૩૪,૮૦૦(ગ્રેડ પે રૂ.૪૬૦૦)ના પગારધોરણવાળી વર્ગ-૨ની જગ્યા રાજકોટ મહાનગરપાલિકાને ભરવા માટે જ‚રી મંજુરી આપેલ છે. આમ, રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને શાસનાધિકારી વર્ગ-૨ની જગ્યા ભરવાની મંજુરી મળતા મેયર ડો. જૈમન ઉપાધ્યાયના વધુ એક પ્રયાસને સફળતા મળી છે.