મનફાવે તેમ ઈન્ટરનેટ સેવાના ભાવ વસુલતી કંપનીઓ પર લાગશે લગામ: નેટ ન્યુટ્રાલીટીના નિયમોનું પાલન ન કરનારને આકરા દંડની જોગવાઈ
લાંબા સમય બાદ આખરે ભારત સરકારે નેટ ન્યુટ્રાલીટીને મંજુરી આપી દીધી છે. થોડા સમય પહેલા ટ્રાયે નેટ ન્યુટ્રાલીટીની ભલામણ કરી હતી જેને દુરસંચાર આયોગે લીલીઝંડી આપી દીધી છે. નેટ ન્યુટ્રાલીટીના ધારા-ધોરણો લાગુ થવાથી ભારતમાં ઈન્ટરનેટની સેવામાં રહેલા ભેદભાવો દુર થઈ જશે. તમામ નાગરિકો સુધી ઈન્ટરનેટ સેવા પહોંચાડવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં મદદ મળશે તેમજ ઈન્ટરનેટ ક્ષેત્રે મોનોપોલી શકય બની શકશે નહીં.
નેટ ન્યુટ્રાલીટીના ધારા-ધોરણોનું મોબાઈલ ઓપરેટરો, ઈન્ટરનેટ પ્રોવાઈડર્સ અને સોશ્યલ મીડિયા કંપનીઓએ ફરજીયાતપણે પાલન કરવું પડશે અને જો આમ નહીં થાય તો દંડ પણ ઝીંકાશે અથવા તો દંડની સાથે સખત કાર્યવાહી પણ થશે.
જોકે, રીમોર્ટ સર્જરી અને સ્વચાલિત કાર જેવી સેવાઓને નેટ ન્યુટ્રાલીટીના નિયમો હેઠળ આવરી લેવામાં આવ્યા નથી. નેટ ન્યુટ્રાલીટીને લીલીઝંડીથી ઈન્ટરનેટ સેવા પ્રદાન કરતી કંપનીઓ ભીંસમાં આવશે. અત્યાર સુધી એવું થતું હતું કે, કોઈપણ કંપની કોઈ વેબસાઈટ મફતમાં ચલાવવાની સુવિધા આપતી એટલે કે વેબસાઈટ ઉપયોગ દરમિયાન ડેટા ખર્ચ ન થતા તો બીજી તરફ બીજી વેબસાઈટને ચલાવવામાં સૌથી વધુ ડેટા ખર્ચ થતો એટલે કે તેના પણ તે વધુ ડેટા ખર્ચ ઝીંકતી. આવો ભેદભાવ નેટ ન્યુટ્રાલીટીથી ખત્મ થશે અને ઈન્ટરનેટની સેવા તમામમાં સમાન પ્રકારની રહેશે. જેનાથી ગ્રાહકોને ચોકકસપણે ફાયદો થશે જયારે ઈન્ટરનેટ સેવા પ્રદાન કરતી કંપનીઓ પર નિયંત્રણ લદાશે.
ભારતીય દુરસંચાર નિયામક પ્રાધિકરણ-ટ્રાયે ઈન્ટરનેટ સેવા પ્રદાન કરતી કંપનીઓ વચ્ચે એક એવા પ્રકારના કરાર પર પ્રતિબંધ મુકયો છે કે જેનાથી ઈન્ટરનેટ પર સામગ્રીને લઈ ભેદભાવ થાય. ટ્રાયે કહ્યું કે, મંત્રીમંડળની મંજુરી માટે આયોગે નવી દુરસંચાર નીતિ રાષ્ટ્રીય ડિજીટલ કોમ્યુનિકેશન પણ મંજુરી આપી દીધી છે.
નેટ ન્યુટ્રાલીટીને ગઈકાલે દુરસંચાર આયોગ અને ટ્રાયની મળેલી બેઠકમાં મંજુરી અપાઈ છે. બેઠકમાં હાજર તમામ આગેવાને કહ્યું હતું કે, ડિજીટલ બુનીયાદી કરતા આજે ભૌતિક બુનિયાદી વધુ મહત્વપૂર્ણ છે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે આ વિશે કહ્યું કે, દેશના કારોબારમાં સુગમતા અને અનુકુળ માહોલ જ‚રી છે અને આ માટે ડિજીટલ બુનીયાદી પહેલની આવશ્યકતા છે. એક અધિકારીએ કહ્યું કે, દુરસંચાર આયોગે વર્ષ ૨૦૧૮ સુધી તમામ ગ્રામ પંચાયતોમાં ૧૨.૫ લાખ વાઈફાઈ હોટ સ્પોટ લગાવવાની યોજનાને પણ મંજુરી આપી છે આ માટે લગભગ ૬૦૦૦ કરોડ ‚પિયાનો ખર્ચ કરાશે.