એન્જિનીયરીંગ અને ફાર્મસી માટે ગુજકેટ ફરજિયાત

રાજય સરકારે ર્આકિ રીતે પછાત વિર્દ્યાથી ઓને ઈબીસી કવોટા આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે કોર્ટ દ્વારા આ કવોટાને રદ્દ કરવા આદેશ અપાયા હતા. હવે સરકારે એન્જીનીયરીંગ અને ફાર્મસીના અભ્યાસક્રમોમાં નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં ઈબીસી કવોટાને રદ્દ કરવામાં આવ્યો છે.

વધુમાં પ્રવેશનું મેરીટ લીસ્ટ જીસેટના બેઝીક સ્કોર ઉપર તૈયાર કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. એડમીશન કમીટીના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે ધો.૧૨માં ૬૦ ટકા વેઈટેજ આપવા અને ગુજકેટના સ્કોર ઉપર ૪૦ ટકા વેઈટેજ આપવાનું નક્કી કર્યું છે અને નવા કાયદા પ્રમાણે એન્જીનીયરીંગ અને ફાર્મસીના અભ્યાસક્રમો માટે ગુજકેટની પરીક્ષા આપવી ફરજીયાત કરવામાં આવી છે.

જો કે, ગુજકેટની પરીક્ષા બાદ જે જગ્યાઓ ખાલી રહેશે તે જગ્યા પર કોલેજોને પ્રવેશ આપવાની છુટ આપવામાં આવશે. આ ઉપરાંત ફાર્મસીમાં પણ ગુજકેટની અમલવારી કરવામાં આવશે. જેી ગત વખતની જેમ અલગ અલગ પરીક્ષાઓના કારણે વિર્દ્યાીઓને મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.