ભારતીય નૌકાદળને મજબુત અને આત્મનિર્ભર બનવા માટે સ્વદેશી હથિયારો બનાવવા પર સરકાર ભાર મૂકી રહી છે. જેના અંતર્ગત ‘સ્વાવલંબન 2023’ તરીકે જાણીતો એક સેમીનાર દિલ્હીમાં આવનારા સમયમાં યોજશે. આ સેમિનારમાં નૌકાદળ તેની 75 નવી ટેકનોલોજી રજૂ કરશે. નૌકાદળે છેલ્લા એક વર્ષમાં અનેક વિસ્તારોમાં કેવા પ્રકારની ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. તેમાં અનેક પ્રકારના શસ્ત્રો પર દરેકની નજર રહેશે.
સ્વાવલંબન 2023ની ઇવેન્ટમાં ભારતીય નૌકાદળ 75 થી વધુ ટેકનોલોજી ધરાવતા ઉપકરણો રજૂ કરશે.
નૌકાદળ તરફથી જે હથિયારોનું પ્રદર્શન કરવામાં આવશે તેમાં અંડરવોટર સ્વાર્મ ડ્રોન, ઓટોનોમસ વેપનાઇઝ્ડ બોટ સ્વોર્મ, બ્લુ-ગ્રીન લેસર ફોર અંડરવોટર એપ્લીકેશન્સ, મલ્ટીપલ ફાયર ફાઇટિંગ સિસ્ટમ્સ અને નાના ડ્રોનનો સમાવેશ થાય છે. આ શસ્ત્રોની ઓળખ નેવી દ્વારા કરવામાં આવી છે, જ્યારે તેને તૈયાર કરવાનું કામ સ્થાનિક સ્ટાર્ટઅપ્સ અને નાની કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે. જો કે, આ હથિયારોમાં સૌથી વધુ ચર્ચિત વિષય અંડરવોટર સ્વોર્મ ડ્રોન્સ છે.
અંડરવોટર સ્વાર્મ ડ્રોનની રિમોટલી ઓપરેટેડ અંડરવોટર વ્હીકલ કેટેગરીનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. એક ઓપરેટરની મદદથી કંટ્રોલ થતું આ હથિયાર દરિયામાં પેટ્રોલિંગનું કામ કરે છે. અંડરવોટર સ્વાર્મ ડ્રોનથી હજારો કિલોમીટરનું અંતર કાપી શકાય છે. આ સાથે જ તેની મદદથી દરિયામાં હજારો મીટરની ઊંડાઈ સુધી પણ જઈ શકાય છે. નેવીનો હેતુ આ ડ્રોનનો સંપૂર્ણ કાફલો તૈનાત કરવાનો છે. વધુ સંખ્યામાં અંડરવોટર ડ્રોન હશે, જે પાણીની અંદર જઈને પેટ્રોલિંગનું કામ કરશે. આ ઉપરાંત, આ ડ્રોન દ્વારા સમુદ્રની નીચે થતી ઈન્ટેલીજન્સ એક્ટીવીટી પણ શોધી શકાય છે. અમેરિકા, ચીન સહિત ઘણા દેશો આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે અને હવે ભારતને પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની શરૂઆત થશે.
.અંડરવોટર સ્વાર્મ ડ્રોન એટલે શું
અંડરવોટર સ્વાર્મ ડ્રોનને અનમૈન્ડ અંડરવોટર વ્હીકલના નામે પણ ઓળખવામાં આવે છે. આ ડ્રોનને પાણીની અંદર ઓપરેટ કરવામાં આવે છે. જેમાં કોઈ પણ સૈનિકને બેસવાની જરૂર પડતી નથી. આ હથિયારને બે કેટેગરીમાં વિભાજીત કરી શકાય છે. જેમાં એક રિમોટલી ઓપરેટેડ અંડરવોટર વ્હીકલ છે, જે એક સૈનિક દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. જયારે બીજું ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ છે, જે ઈનપુટ વગર જ ઓટોમેટીક કામ કરે છે.