ગેચ્યુઇટી ચુકવણી અધિનિયમ 1972 હેઠળ કંટ્રોલીગ ઓથોરીટી રાજકોટ અને જજ સોનિયાબેન ગોકાણી હાઇકોર્ટ દ્વારા 1પ કર્મચારીઓને તા. 20-2-20 ના રોજ હુકમો મુજબ અનેક કર્મચારીઓને ગ્રેચ્યુઇટી ની ચુકવણી નહી કરનાર રાજય સરકાર માર્ગ અને મકાન વિભાગ રાજકોટની કચેરીઓ સામે શ્રમ અને રોજગાર વિભાગ રાજકોટ દ્વારા ફોજદારી ગુનો કર્યાની કારણ દર્શક નોટી અગાઉ ફટકારી છતા ગેચ્યુઇટીની ચુકવણી નહી કરનારા સામે એ.કે. શિહોરા, કંટોલીગ ઓથોરીટી મદદનીશ શ્રમ આયુકત રાજકોટ દ્વારા વડી કચેરી શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગરને ફોજદારી રાહે કાનુની કાર્યવાહીઓ કરવા દરખાસ્ત મંજુરી અર્થે મોકલી આપેલી છે.
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરના તાબા હેઠળની રાજકોટની કચેરીમાં ફરજ બજાવનારા અને વારસદારો એ.કે. શિહોરા, મદદનીશ શ્રમ આયુકત રાજકોટના તા. 10-3-21 ના પત્ર મુજબના 11 અરજદારો ને રોજમદાર સમયગાળાની આગલા વર્ષોની મળવા પાત્ર ગેચ્યુઇટી રકમ, વ્યાજ ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ કાયદા વિરુઘ્ધનો માર્ગ અને મકાન વિભાગનો તા. 24-3-2006 ના ઠરાવ મુજબ ગેચ્યુઇટી ના ચુકવતા જાહેર સેવકોએ સરકારને ર006 થી આજસુધી કરોડો રૂપિયાની વ્યાજની નુકશાની આપી સરકારને આર્થીક બોજો આપનારા અને સરેઆમ કાયદાનો ભંગ કર્યો છે.
ધી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એકટ 1972 હેઠળ કંટોલીંગ ઓથોરીટી રાજકોટ દ્વારા ગેચ્યુઇટી કર્મચારી-વારસદારને રકમ વ્યાજ દિન-30માં ચુકવવા અંગેની જાણ કરેલી તે આદેશ થયાના છ મહિનાની અંદર સંસ્થા અને કલેકટર દ્રારા ગ્રેચ્યુઇટી ની રકમ વ્યાજ ચુકવવામાં વસુલ કરવામાં આવેલી ના હોય તો કંટોલીગય ઓથોરીટીશ્રી રાજકોટે સરકારમાંથી અધિકાર મેળવી માર્ગ અને મકાન વિભાગના જવાબદારો હોદેદારો વિરુઘ્ધ પંદર દિવસની અંદર હેઠળ કરેલ ગુનહાની કાર્યવાહી કરવા એ.કે. શિહોરા, કંટોલીગ ઓથોરીટી મદદનીશ શ્રમ આયુકત રાજકોટ દ્વારા વડી કચેરી, શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર ને ફોજદારી રાહે કાનુની કાર્યવાહીઓ કરવા અર્થે દરખાસ્ત મંજુરી અર્થે મોકલી આપેલ છ.